By: Flashback Stories On: April 06, 2019 In: Blog Comments: 8

 

કાંકરીયા નો આંટો

મારા બાપા ના સુધરે !!!
શું કેહવું તમારું ??

આ તમારા દરેકનાં મનમાં એક વાર તો આવ્યું જ હશે. મારો અનુભવ જણાવું તો હું,
પપ્પા અને ટેણી બરાબર રાત્રે ૯:૦૦ વાગ્યા ની આસપાસ જમ્યાં પછી કાંકરીયા 
તળાવ પાસે આંટો મારવા નીકળતા. પપ્પાની પાન ખાવાની ટેવ હતી અને
ટેણી પણ ચેરી ખાતો. અમે અડધો કલાક જેવું સાથે બેસતાં વાતો કરતાં.
આમ જાેવા જાઓ તો આ કાર્યક્રમ બરાબર ફિક્સ થઈ ગયો હતો.
હું તો દિવસની શરૂઆતથી જ રાત પડવાની રાહ જોઉં. 
સાહેબ ગમે તેટલું તમે કામધંધે દોડી કરી ને આવ્યાં હોવ પણ ટેણીની પપ્પા સાથેની મસ્તી જોઈને
તમને જીવનનું પરમ સુખ મળે. આખા દિવસ નો થાક ઉતરી જાય!!!

અત્યાર ની વાત કરીએ તો માત્ર મોબાઈલ એ ટેણીનાં પપ્પા થઇ ગયાં છે.
આગળ જતાં મને એમ થાય કે સંસ્કાર ની પણ એપ હશે.
તમને ગમતાં સંસ્કાર ડાઉનલોડ કરો.
હું આમ તો વર્ષો થી એક ભંગાર વાળાને ત્યાં તેની પસ્તી રાખવાં માટે ખૂણામાં પડયું છું.
કેટલાંય વર્ષોથી બસ પપ્પા ટેણીની મસ્તી ને યાદ કરી ને દિવસો પસાર કરું છું.
આજે ઘણાં વર્ષો પછી દુકાનના રેડીયોમાં “પા પા પગલી” ગીત સાંભળીને મારો સુવર્ણ યુગ યાદ આવી ગયો.
દુઃખ એ નથી કે એમને મને તેમની અગવડ પડતાં વેચી દીધું. 

દુઃખ એ વાત નું છે કે પપ્પા- ટેણી ની એ જૉડી જોવા નથી મળી.
તમારાં બાળકોને તમારાં મોબાઇલ ની જરૂર નથી,
તમારી જરૂર છે. 
સાચું કહું તો આ પપ્પા-ટેણીની લાગણી ઓ વચ્ચે
હું પણ પોતાને માણસ સમજવાં લાગ્યો

લિ.
પપ્પા નું બજાજ સ્કુટર.

સમજાય એને જય માતાજી!!!!
-KK (kuldeep)
Team Flashback Stories

8 Comments:

  • Prachi Patel
    April 06, 2019

    Vaah nicely explained 😅👌👏

    Reply
  • Radhika
    April 06, 2019

    Awesome yaar. ઉનાળા ના એ દિવસો યાદ કરાવી દીધા. અમારા બજાજ સ્કૂટર પર અમેય ગોળો ખાવા જતા. હવે તો ઘર નું જમવાનું કયારેક મળી જાય છે એજ મોટી વાત છે. ❤️

    Reply
  • Sangita
    April 06, 2019

    Wo din ab na rahe . Very nice story

    Reply
  • Yashvant
    April 07, 2019

    Superb sahi baat hai ki mobile suvidha ke liye hai pr abhi to na chhutne wali adat ban gyi hai. Ajkal chhote se bachche je hath me log mobile de dete mtlb chhoti si umar se hi mobile se nata jod dete hai jis umar ne cricket,kabaddy , aur bhi physical game khelna chahiye us umar me we mobile me game khelte hai

    Reply
  • Bhavita Trivedi
    April 07, 2019

    Heart touching..and fully agreed…keep writing such short stories..god bless you

    Reply
  • priyanshu
    April 14, 2019

    Sahi hai Bhai

    Reply
  • નમ્રતા
    June 16, 2019

    આ‌ સુંદર મજાનો ‌‌બ્લોગ વાંચીને, પપ્પા નાં સ્કુટર પાછળ “અમસ્તો” આંટો મારવાનાં દિવસ યાદ આવી ગયાં.

    Reply
  • Jinal Barot
    February 17, 2021

    “ઘરની વસ્તુઓને પણ લાગણી છે વીતી પ‌‌ળો ની
    પણ સમય ની સ્પર્ધા ક્યાં સમજે છે આ જીવાદોરી.”
    ખુબ સરસ વર્ણન 👏

    Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *