“બેટા, તને ત્યાં બધું સેટ થઈ ગયું છે ને?”
આ સવાલ જે બહાર બીજા શહેરમાં કે બીજા દેશમાં નોકરી માટે ગયા હોય ને જયારે જયારે ઘરે જાય ત્યારે એક માત્ર જીવ જેનો જીવ આ સવાલ પૂછવા માટે તત્પર હોય એવી એ મમ્મી….
બસ બધું મૂકી ને જાણે એનો છોકરો સરહદ થી જીવતો પાછો આવ્યો હોય એમ સાચવે,
ભલે ને માત્ર back office job કરતો હોય!!! પણ મા છે ને એનો તો કાળજાનો ધબકારો આવ્યો જાણે!!!!! આજે એવો કોઈ day છે નહીં હો ને!!!!
પણ આજે પોતાનો જ ધબકારો કાળજાને સંભળાયો છે. સવારના 11 વાગ્યાં હોય તો પણ પોતાનો છોકરો આવ્યો એટલે ભલે ને એક જ stove હોય પણ 5 થી 6 વાનગીઓ તો કલાકમાં બની જાય… લાગણીએ મા ને જીવંત કરી દે. સાહેબ તમને એમ લાગે કે જાણે આ મા એ નશો કર્યો છે…
સાચું કહું તો હા આ લાગણીનો નશો છે!!!!!!વીજળી ની માફક હાથ ને પગ ચાલતા હોય….
એ જ ભૂલી જાય કે આ તહેવાર સોમવારની સવારે વિદાય આપીને એના કામ પર ચાલ્યો જશે..
એ લોટ વળા હાથને છેક સોમવારે થાક લાગે છે…. એને પોતાના ચહેરા કરતા પોતાના બાળકનો ચેહરો વધારે ગમતો હોય છે…. વિશ્વાસ ના આવે તો તમારા મમ્મીની facebook profile કે whatsapp DP જોઈ લેજો….
આ કેવું એક વિચિત્ર પ્રાણી છે કે અમારી જેમ કોઈ સવાલ પૂછ્યા વગર બસ બીજા ના માટે કામ કરવાનું કશું બોલ્યા-ચાલ્યા વગર અને હા….. આ પ્રાણી તો ઘર બદલીને આવ્યું છે પોતાનું સમજવાનું જ નહિ એ એના પિયરમાં હક કરવાનો!!! આ વાત જરાં કડવી લાગશે પણ આ રીતે tissue-papers ની જેમ બસ રડવું આવે કે હાથ ગંદા થયાં હોય ત્યારે જ બોલાવું એમ ના હોય ને.. આજે હેલ્લારો જોતા મારાં માંથી minimum 27 પપેર્સ મારાં madam એ લીધા છે .
એમના આંસુ લુછવા ત્યારે ના છૂટકે મારે બોલવું પડે છે….. આ મૂવી એમને પોતાના દુઃખ યાદ કરાવે છે…. ઘરે એમ કહીને આવ્યા છે કે એક એમની friendની ખબર કાઢવા જાઉં છું.. પણ એમને શાંતિ થી બેસી ને રડવું છે બસ…
ભલે હું એક સામાન્ય tissue-paper બોક્સ છું પણ એમના આંસુ મારાં પર પડે ત્યારે એક મા ની લાગણીનો અનુભવ થાય છે. હું એટલું જ કહીશ કે એક વાર તમે પૂછજો ને તમારી મમ્મીને કે ” મમ્મી તને આ ઘરમાં સેટ થવા દીધી કે હજીપણ તારે adjust કરવું પડે છે? ”
લિ.
Tissue-paper box
એ સમજાય એને જાય માતાજી !!!
કેકે (કુલદીપ )
Kuldeep Brahmbatt | Team Flashback Stories
Krishna
👌👌
Hiren Desai
ખુબ સરસ ..
Prachi Patel
Ahhhaa kya baat
ક્યારેક લાગણી નો સમાનાર્થી જ મા થતો હોય છે ..
Kalpesh
Fine. Day by day your touch get class.
Trupti
Very nice. True
Shashank
Very good
Inspired s
Very beautifully expressed
Twinkle
Truly heart-touching 😥👌🏻🙌🏻
Girish Brahmbhatt
Addbhut….Maa ae Maa 🙏🙏
Jinal Barot
મન થાય છે સમય આપું એને પણ
જેણે સમય જોતાં સીખવ્યુ…
ઘડિયાળ ના કાંટા ભલે ને કરતા હરોળ
લાવ ને આજે મારી માં ને પળોની ભેટ આપું…
Beautifully described Kuldeep👏👏👏