મારે એક સવાલ કરવો છે કે તમે એકલતાથી કંટાળ્યા એટલે પ્રેમ કર્યો કે પાછા તમે પ્રેમ કરી ને કંટાળ્યા??? ના આપો જવાબ એ જ સારુ છે કેમ કે સહનશક્તિ હશે પણ મૂળે પરણેલાં જ છો ને!!!! સમજુ છું…. હા પણ જયારે તમે તમારી માતાને એમ પૂછો કે “મમ્મી તમે મને પ્રેમ કરી ને કંટાળ્યા ખરા???… ચોક્કસ હસી કાઢશે. ને કહેશે “શું ગાંડા જેવું બોલે છે…એ તને ખબર ના પડે” ને હકીકત માં નથી જ સમજી શકતા આપણે કેમ કે એ જે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે ને એનો સ્વાદ ચાખતા પેહલા જીભ ચોખ્ખી હોવી જરૂરી છે… ખાસ તો જયારે પોતાનું સંતાન ગામની દેખા-દેખીમાં વિદેશ મોકલ્યું હોય ને એમાં તો રોજ અગ્નિપરીક્ષા આપે છે. એ ના બહુ રડી શકે ના કહી શકે… પોતાનો દીકરો એમ કહે ને કે હું રવિવારે ફોન કરીશ… બસ જાણે દિવાળી ની ઉજવણી… ફોન માં જેટલાં સવાલ કરે ને એ પહેલા ઘણા-બધા સવાલો નું મલ્લ યુદ્ધ કરાયું હોય માતાજી એ!!! ને એમાંથી જે જીતે એ જ વાતચીતની સભામાં પ્રસ્તુત કરવા માં આવે… પણ ત્યાં જઈ ને પૈસો કમાવાનો હોય એટલે નવરું કોણ હોય એ તો બધા બહુ વ્યસ્ત… સભા ભરાય જ નહિ ને આ બાજુ મહિનાઓ વીતી જાય. તો પણ જયારે પણ ફોન આવે ત્યારે પોતાનો ગુસ્સો બાજુ માં મૂકી “બેટા બરાબર ઊંઘ લે છે ને?? …. ” એ છોકરા ને ખબર પણ ના હોય કે એ ત્યાં ગયો છે એના માટે પોતાના ઘરેણાં પણ વેચી નાખ્યા હોય… ને અહીં તો વિદેશ મોકલવા માટે અમારા મેડમએ પોતાના હાથથી ઘડેલું ઘરેણું દત્તક આપી દીધું. આ નિઃસ્વાર્થ પ્રેમનો વ્યવહાર તો જુવો અમારા મેડમ રોજ રાત્રે 9 થી 10 મારી સામે જોઇ એનો ફોન આવશે એની રાહ માં આંસુ થી વ્યાજ ચૂકવે છે. આટલી રાહ એમાં પણ સવાલો કરવાનો ઉત્સાહ, એની પસંદ ના-પસંદ ની યાદી, એના પપ્પાની ફરિયાદ, આ બધા વચ્ચે ગૂંચવાયેલી ને કંટાળેલી ફોન આવતા જ મારી સામે જોઇ ને મારાં પર પડેલા આંસુ લૂછીને બસ એટલું જ પૂછી શકે છે ” બેટા બહુ કામ હતું?..આજે”
ને આ બાજુ વર્ષોથી એક-એક સેકન્ડે ફોનની રાહમાં એનું કાળજુ કપાય એનું શું???? ચાલો એટલું સારુ છે કે દીકરાના ફોન આવાનું અંતર ભલે 1 2 મહિના હશે પણ મને જોઇને કપઈ જાય છે…. એટલા જ અંતરાલ માટે હું માત્ર એક ફોટો frame નહિ પણ એના સાચા અને ગમતાં દીકરાની ફરજ પુરી પાડું છું… ખાસ એના બધા સવાલ સાંભળું છું….
લિ.
ફોટો ફ્રેમ ઉર્ફે લાડલો દીકરો
એ સમજાય એને જાય માતાજી !!!
કેકે (કુલદીપ )
Team Flashback Stories