ગયા અઠવાડિયે આપણે હિંદી સાહિત્યના અગ્રગણ્ય સર્જક, જનઆંદોલનના પ્રમુખ અવાજ અને જનકવિનું બિરુદ પામનારા બાબા નાગાર્જુન વિશે તેમના બાળપણથી લઈને શ્રીલંકામાં તેમણે મેળવેલી બૌદ્ધ ધર્મ ની શિક્ષા અને દીક્ષા, ભારત પાછા આવી સામાજિક નિસ્બતના વિષયોમાં આગળ પડતો ભાગ લેવા સુધીની યાત્રા અને તેમની રચેલી સશક્ત રચનાઓ જોઈ જેમાં દેશમાં બદલાતા રાજકીય સામાજિક પરિવેશ વિશેની અગત્યની અને માર્મિક ટિપ્પણી હતી. એવી જ અમુક રચનાઓ આજના બીજા અને અંતિમ ભાગમાં જોઈએ.
***
વર્ષ 1975 થી 1977. ભારતીય લોકતંત્રના ઇતિહાસનો સૌથી અંધકારમય એવો કટોકટી કાળ. શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સરમુખત્યાર ઢબે દેશ પર કટોકટીનો વજ્રઘાત કર્યો. વ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્ય પરની એ સૌથી મોટી તરાપ હતી. આખો દેશ જાણે સાપ સૂંઘી ગયો હોય એમ આઘાતમાં હતો તેવામાં નાગાર્જુન જેવા જનકવિ વિદ્રોહનો અવાજ ઉઠાવવા માં કેવી રીતે પાછા પડે ? અહીં ટાંકેલી ત્રણ કવિતાઓમાં એ આક્રોશ, સામાન્ય જનતાની છેતરાયાની લાગણી કેટલી ઉત્કટતાથી વ્યક્ત થઈ છે એ જુઓ.
क्या हुआ आपको?
क्या हुआ आपको?
सत्ता की मस्ती में
भूल गई बाप को?
इन्दु जी इन्दु जी क्या हुआ आपको?
बेटे को तार दिया बोर दिया बाप को!
क्या हुआ आपको?
क्या हुआ आपको?
आपकी चाल-ढाल देख- देख लोग हैं दंग
हकूमती नशे का वाह-वाह कैसा चढ़ा रंग
सच-सच बताओ भी
क्या हुआ आपको
यों भला भूल गईं बाप को!
छात्रों के लहू का चस्का लगा आपको
काले चिकने माल का मस्का लगा आपको
किसी ने टोका तो ठस्का लगा आपको
अन्ट-शन्ट बक रही जनून में
शासन का नशा घुला ख़ून में
फूल से भी हल्का
समझ लिया आपने हत्या के पाप को
इन्दु जी क्या हुआ आपको
बेटे को तार दिया बोर दिया बाप को!
बचपन में गांधी के पास रहीं
तरुणाई में टैगोर के पास रहीं
अब क्यों उलट दिया ‘संगत’ की छाप को?
क्या हुआ आपको क्या हुआ आपको
बेटे को याद रखा भूल गई बाप को
इन्दु जी इन्दु जी इन्दु जी इन्दु जी…
रानी महारानी आप
नवाबों की नानी आप
नफ़ाख़ोर सेठों की अपनी सगी माई आप
काले बाज़ार की कीचड़ आप काई आप
सुन रहीं गिन रहीं
गिन रहीं सुन रहीं
सुन रहीं सुन रहीं
गिन रहीं गिन रहीं
हिटलर के घोड़े की एक-एक टाप को
एक-एक टाप को एक-एक टाप को
सुन रहीं गिन रहीं
एक-एक टाप को
हिटलर के घोड़े की हिटलर के घोड़े की
एक-एक टाप को…
छात्रों के ख़ून का नशा चढ़ा आपको
यही हुआ आपको
यही हुआ आपको
( અત્યારના યુગમાં કોઈ સરકાર કે રાજનેતાની આવી ટીકાત્મક રચના લખવા વિશે વિચારવું એ પણ કવિઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય. )
અહમ્ બ્રહ્માસ્મિ ના તોરમાં રાચતા ઈન્દિરાજી અને ‘ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા ‘ જેવા સ્લોગન દ્વારા તેમને ખુશ કરવા મથતા તેમના ચમચાઓ વિશે આવી જ એક બીજી બેધડક રચના જુઓ.
इसके लेखे संसद – फंसद सब फ़िजूल है
इसके लेखे संविधान काग़ज़ी फूल है
इसके लेखे
सत्य-अंहिसा-क्षमा-शांति-करुणा-मानवता
बूढ़ों की बकवास मात्र है
इसके लेखे गांधी-नेहरू-तिलक आदि परिहास-पात्र हैं
इसके लेखे दंडनीति ही परम सत्य है, ठोस हक़ीक़त
इसके लेखे बन्दूकें ही चरम सत्य है, ठोस हक़ीक़त
जय हो, जय हो, हिटलर की नानी की जय हो!
जय हो, जय हो, बाघों की रानी की जय हो!
जय हो, जय हो, हिटलर की नानी की जय हो!
( માત્ર અમુક શબ્દોના ફેરફાર સાથે આજના સમયમાં દેશ અને દુનિયાના કેટલાય નેતાઓ પર બિલકુલ બંધબેસતી રચના ! )
અને આ ત્રીજી કવિતા, લગભગ સીધેસીધા પ્રહાર જેવી…
ख़ूब तनी हो, ख़ूब अड़ी हो, ख़ूब लड़ी हो
प्रजातंत्र को कौन पूछता, तुम्हीं बड़ी हो
डर के मारे न्यायपालिका काँप गई है
वो बेचारी अगली गति-विधि भाँप गई है
देश बड़ा है, लोकतंत्र है सिक्का खोटा
तुम्हीं बड़ी हो, संविधान है तुम से छोटा
तुम से छोटा राष्ट्र हिन्द का, तुम्हीं बड़ी हो
खूब तनी हो,खूब अड़ी हो,खूब लड़ी हो
गांधी-नेहरू तुम से दोनों हुए उजागर
तुम्हें चाहते सारी दुनिया के नटनागर
रूस तुम्हें ताक़त देगा, अमरीका पैसा
तुम्हें पता है, किससे सौदा होगा कैसा
ब्रेझनेव के सिवा तुम्हारा नहीं सहारा
कौन सहेगा धौंस तुम्हारी, मान तुम्हारा
हल्दी. धनिया, मिर्च, प्याज सब तो लेती हो
याद करो औरों को तुम क्या-क्या देती हो
मौज, मज़ा, तिकड़म, खुदगर्जी, डाह, शरारत
बेईमानी, दगा, झूठ की चली तिजारत
मलका हो तुम ठगों-उचक्कों के गिरोह में
जिद्दी हो, बस, डूबी हो आकण्ठ मोह में
यह कमज़ोरी ही तुमको अब ले डूबेगी
आज नहीं तो कल सारी जनता ऊबेगी
लाभ-लोभ की पुतली हो, छलिया माई हो
मस्तानों की माँ हो, गुण्डों की धाई हो
सुदृढ़ प्रशासन का मतलब है प्रबल पिटाई
सुदृढ़ प्रशासन का मतलब है ‘इन्द्रा’ माई
बन्दूकें ही हुईं आज माध्यम शासन का
गोली ही पर्याय बन गई है राशन का
शिक्षा केन्द्र बनेंगे अब तो फौजी अड्डे
हुकुम चलाएँगे ताशों के तीन तिगड्डे
बेगम होगी, इर्द-गिर्द बस गूल्लू होंगे
मोर न होगा, हंस न होगा, उल्लू होंगे
ભારત માતાના પાંચ પનોતા પુત્ર વિશેની આ પ્રખ્યાત રચના જુઓ ( જાણકારોના મતે આ પાંચ પુત્રો એટલેગાંધીજી, સુભાષ બાબુ, જિન્હા, નહેરુ અને જયપ્રકાશ નારાયણ )
पांच पूत भारत माता के, दुश्मन था खूंखार
गोली खाकर एक मर गया, बाकि रह गए चार!
चार पूत भारत माता के, चारों चतुर प्रवीन,
देश निकाला मिला एक को, बाकि रह गए तीन।
तीन पुत्र भारत माता के, लड़ने लग गए वो,
अलग हो गया इधर एक, बाकि रह गए दो।
दो बेटे भारत माता के, छोड़ पुरानी टेक,
चिपक गया है इक गद्दी से, बाकि रह गया एक।
एक पुत्र भारत माता का, कंधे पर है झंडा,
पुलिस पकड़ कर जेल ले गई, बाकि रह गया अंडा।
ભારતીય રાજકારણમાં મૂલ્યોના અધ:પતન અને ખાડે ગયેલી નીતિમત્તા પર ચાબખા મારતી આ કવિતાઓ જુઓ.
हां साब, हमने एसी एक्टिंग बहुत देखी है.
हवा में इस तरह मुठ्ठियां उछालते हो
साफ साफ बतला दो हमें
कि फलां फलां यानी अमुक – तमुक – ढमुक
तुम्हारे जानी दुश्मन हैं
किसी भी हालत में उन्हें तुम माफ नहीं करोगे
आठौं पहर उनको परेशान किये रखोगे
……
आखिर बतला दो, वे कौन कौन से लोग हैं
खूंखार दरिंदे हैं
कि आदमजाद नहीं हैं, शैतान के नाती पोते हैं
हां साब, हमने एसी एक्टिंग बहुत देखी है
ओफ, इस कदर
मुतवातिर मुट्ठियां उछालना
पसीना-पसीना हो उठना इस कदर
इस कदर फुफकारना
सुराहीनुमा नफीस गरदन
पीछे की तरफ इस कदर झटक लेना
उस कदर होंठ फड़फ्ड़ाना
नथुने फुलाना इस कदर
आफ्फोह, बहुत देखी है हमने एसी एक्टिंग
प्लीज बतला दो उस जालिम का नाम
मुझसे अब नहीं जाती देखी तुम्हारी गुस्से की यह एक्टिंग
આવા જ વિષય પરની અન્ય એક કવિતા.
किसकी है जनवरी, किसका अगस्त है?
कौन यहां सुखी है, कौन यहां मस्त है?
सेठ है, शोषक है, नामी गला-काटू है
गालियां भी सुनता है, भारी थूक-चाटू है
चोर है, डाकू है, झूठा-मक्कार है कातिल है, छलिया है, लुच्चा-लबार है
जैसे भी टिकट मिला, जहां भी टिकट मिला
शासन के घोड़े पर वह भी सवार है
उसी की जनवरी छब्बीस, उसी का पंद्रह अगस्त है,
बाकी सब दुखी हैं, बाकी सब पस्त हैं.
ભ્રષ્ટાચાર એ દેશને લાગેલી ઉધઈ છે, જેણે દેશને ખતમ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. નેતાઓ, અધિકારીઓ, પોલીસ અને તમામ સરકારી મશીનરીમાં રહીને ગરીબ, નિર્બળ અને લાચાર પર દમન ગુજારનાર દરેકના મોઢે સણસણતો તમાચો એટલે આ કવિતા.
नया तरीका
दो हज़ार मन गेहूँ आया दस गाँवों के नाम
राधे चक्कर लगा काटने, सुबह हो गई शाम
सौदा पटा बड़ी मुश्किल से, पिघले नेताराम
पूजा पाकर साध गये चुप्पी हाकिम-हुक्काम
भारत-सेवक जी को था अपनी सेवा से काम
खुला चोर-बाज़ार, बढ़ा चोकर-चूनी का दाम
भीतर झुरा गई ठठरी, बाहर झुलसी चाम
भूखी जनता की ख़ातिर आज़ादी हुई हराम
नया तरीका अपनाया है राधे ने इस साल
बैलों वाले पोस्टर साटे, चमक उठी दीवाल
नीचे से लेकर ऊपर तक समझ गया सब हाल
सरकारी गल्ला चुपके से भेज रहा नेपाल
अन्दर टंगे पडे हैं गांधी-तिलक-जवाहरलाल
चिकना तन, चिकना पहनावा, चिकने-चिकने गाल
चिकनी किस्मत, चिकना पेशा, मार रहा है माल
नया तरीका अपनाया है राधे ने इस साल
पुलिस अफ़सर
जिनके बूटों से कीलित है, भारत माँ की छाती
जिनके दीपों में जलती है, तरुण आँत की बाती
ताज़ा मुंडों से करते हैं, जो पिशाच का पूजन
है अस जिनके कानों को, बच्चों का कल-कूजन
जिन्हें अँगूठा दिखा-दिखाकर, मौज मारते डाकू
हावी है जिनके पिस्तौलों पर, गुंडों के चाकू
चाँदी के जूते सहलाया करती, जिनकी नानी
पचा न पाए जो अब तक, नए हिंद का पानी
जिनको है मालूम ख़ूब, शासक जमात की पोल
मंत्री भी पीटा करते जिनकी ख़ूबी के ढोल
युग को समझ न पाते जिनके भूसा भरे दिमाग़
लगा रही जिनकी नादानी पानी में भी आग
पुलिस महकमे के वे हाक़िम, सुन लें मेरी बात
जनता ने हिटलर, मुसोलिनी तक को मारी लात
अजी, आपकी क्या बिसात है, क्या बूता है कहिए
सभ्य राष्ट्र की शिष्ट पुलिस है, तो विनम्र रहिए
वर्ना होश दुरुस्त करेगा, आया नया ज़माना
फटे न वर्दी, टोप न उतरे, प्राण न पड़े गँवाना
અમર્યાદિત સત્તાના નશામાં ચકચૂર શાસકોના ખોળામાં બેસી જવું કે તેમના અપપ્રચાર માટેનું માધ્યમ બની જવું એ સર્જકો / પત્રકારો માટે સહેલું અને નફાકારક હોય છે. મુશ્કેલ છે મદમસ્ત હાથી સમા આ શાસકોની આંખમાં આંખ નાખીને ઝાળ લાગી જાય એવું સત્ય બોલવું અને સતત બોલવું. નાગાર્જુને હંમેશા પોતાની રચનાઓ વડે આ જ પ્રયત્ન કર્યો. જનસમુદાયનો પ્રચંડ અવાજ બનીને હરહંમેશ ઊભા રહેનાર આ કવિ 1998માં મૃત્યુ પામ્યા. જીંદગીના પાછલા વર્ષોમાં પણ તેમણે રાજીવ ગાંધી, બાલ ઠાકરેથી માંડીને ભલભલા ચમરબંધીઓને પોતાની કવિતાના નિશાના પર રાખ્યાં. જરા વિચારો, આજના સમયમાં આ કવિ હોત તો?
ભારતીય રાજકારણમાં આજના ‘ ભક્તિ યુગ ‘માં જનતા આવા કવિને પોતાનો અવાજ ગણીને માથે બેસાડત કે પછી નાગાને અરીસો બતવાવના ગુના બદલ બાબાને દેશદ્રોહી જાહેર કરવામાં આવત ? કેટકેટલી ઘટનાઓ બની બાબાના મૃત્યુ થી લઈને આજ સુધીમાં ! આ બધી રાજકીય સામાજિક ઉથલપાથલ પર બાબા એ પોતાની કલમ ચલાવી હોત તો?
અને અંતમાં એક એવી કવિતા સાથે વાતનું સમાપન કરીએ કે જે એકવાર સાંભળ્યા બાદ કાયમ માટે તમારી ચેતના, તમારી નિસબતનો એક ભાગ બની જશે. આપણા રાજકારણ અને નેતાઓની કરતૂતો પર થયેલા બધા કટાક્ષમાં મને આ રચના અત્યંત પ્રિય છે. આ રચના ખૂબ લાંબી હોવાથી ઓલરેડી લાંબા થઈ ચૂકેલા બ્લોગને વધુ લાંબો ન કરતા અહીં તેની વિડીયો લીંક મૂકી કે જેમાં પ્રસિદ્ધ ટીવી પત્રકાર રવિશ કુમારે પોતાના અંદાજમાં આ કવિતાનું પઠન કર્યું છે. ( રવિશભાઈ ના ગમતા હોય તો પણ આ એક કવિતા અચૂક સાંભળજો, અને હા, આ લાગણી દુભાઈ જાય એવી કવિતા તમને દુઃખી કરે તો આગોતરી માફી. જો કે આમ તો આ કવિતાથી પેલા દુષ્ટ અને ભ્રષ્ટ નેતાઓ અને તેમના ચમચાઓ સિવાય કોઈ લાગણી દુભાય એમ નથી. )
વર્તમાન સમયમાં મોટાભાગના સર્જકો અને કવિઓ પોતાની સામાજિક નિસબત નેવે મૂકીને ભક્તિરસમાં લીન થઈ ચૂક્યા છે. કોઈ જમાનામાં ‘ હર દિલમેં બુડ બુડ કરતા H2SO4 હૈ ‘ જેવી એસિડિક પંક્તિઓ લખનારને પણ સત્તાના શીર્ષ સ્થાને બેઠેલા નેતાઓમાં ફકીરી દેખાવા લાગે ત્યારે આ મસ્ત ફકીરનુમા કવિ નામે બાબા નાગાર્જુન સ્વર્ગમાં બેઠો બેઠો બોખા મોઢે ખુલ્લા દિલે હસી પડતો હશે !
જાવેદ સાબની એક અદભુત ગઝલનો આ શેર બાબા નાગાર્જુન ના જીવન – કવનને સરસ રીતે ઉજાગર કરી આપે છે.
ग़लत बातों को ख़ामोशी से सुनना, हामी भर लेना
बहुत हैं फ़ायदे इस में मगर अच्छा नहीं लगता
– जावेद अख़्तर
Blog By:- Keyur Trivedi
( Team Flashback Stories )