By: Flashback Stories On: September 27, 2020 In: Blog Comments: 24

તનની યાદ આવે છે તો લાગે છે મને એવું, કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે, વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ, હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે – શેખાદમ આબુવાલા

વતન, માતૃભૂમિ, જન્મભૂમિ, મધરલેન્ડ, દેશ… આદિકાળમાં માણસમાં જ્યારથી હું અને મારાપણાનું મમત્વ અને મહત્વ જાગ્યું, ત્યારથી જ જમીન સાથેના તેના જોડાણનો પણ સંબંધ ઉદ્ભવ્યો અને પાંગર્યો. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ અહીં તો સ્વયં પ્રભુ શ્રીરામ એ જ માતૃભૂમિના મહત્વને દર્શાવવા ‘ જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરિયસી ‘ કહ્યું છે. વિશ્વના અને ભારતના ઇતિહાસની સૌથી કરુણ ઘટનાઓમાંથી એક એવા ભારત પાકિસ્તાનના ભાગલા વખતે જન્મભુમિ છોડીને જવા મજબૂર બનેલા લાખો લોકોની પીડાને એ સમયના અને આજના પણ ઘણાં સંવેદનશીલ સર્જકોએ પોતાની રચનાઓમાં સ્થાન આપ્યું . નાસીર કાસમી સાહેબ યાદ આવે જેમણે લખવું પડેલું કે ” કુછ તો નાજુક મિજાજ હૈ હમ ભી, ઓર યે ચોટ ભી નઈ હૈ અભી “ કે પછી મુનવ્વર રાણા સાહેબની દીર્ઘ ગઝલ મુહાજીર નામા, જ્યાં એ ફરમાવે છે કે “મુહાજીર હૈ મગર હમ એક દુનિયા છોડ આયે હૈ, તુમ્હારે પાસ જીતના હૈ હમ ઉતના છોડ આયે હૈ “ વતન ની કિંમત હંમેશા એનાથી દૂર ગયા પછી જ સમજાય છે. ઘણીવાર બદલાતા સમયની સાથે સાથે જેમ બધું જ બદલાય એમ વતન પણ બદલાય અને અમુક કિસ્સામાં તો વિકાસનો ‘ લોખંડી અને કોંક્રીટી પંજો ‘ પડ્યો હોય તો ધરમૂળથી એવું બદલાય કે જાણે આ એ વતન હતું જ નહીં જેને તમે છોડીને ગયેલા. અમુકવાર વિચારતા એમ પણ લાગે કે તમે વતન નહીં પણ વતનની જે ઇમેજ, તમારી યાદો, ગમતી બાબતો અને જે જે મંઝર તમે મનમાં સંઘરી બેઠા છો તમે એને મિસ કરો છો. જ્યારે આ યાદોનુ વાવાઝોડું આવે ત્યારે દુઃખના ઉભરા અને નિરાશા ના ઢગલા સાથે લાવે છે. ભારતમાં સામાન્ય માણસની લાગણીઓ નું પ્રતિબિંબ ગણાતી એવી હિન્દી ફિલ્મો અને એના ગીતોમાં પણ આ વતનપ્રેમ અને વતન ઝુરાપાની વેદના ખૂબ પહેલેથી સ્થાન પામી છે.

આ વિષય પરના ગીતોમાં સૌ પહેલાં જે ગીતનો ઉલ્લેખ કરવાનું મન થાય તે ગીત એટલે ‘ કાબુલીવાલા ‘ ફિલ્મમાં પ્રેમ ધવન સાહેબનું લખેલું અને સલીલ ચૌધરી એટલે કે સલીલ દાની ધુન પર મન્ના ડે ના ભાવવાહી સ્વરમાં ગવાયેલ ‘ એ મેરે પ્યારે વતન, એ મેરે બિછડે ચમન ‘. એમાં જ્યારે બલરાજ સહાની સાહેબનો અદભુત અભિનય ભળે ત્યારે સાંભળનાર સુધી ખરેખર જ અફઘાનિસ્તાન ની પહાડીઓ અને પોતાના વતનને યાદ કરતા પઠાણ નું દર્દ, વહાલસોયી દીકરી અને મમતા ભરી માથી દુર હોવાની તકલીફ આપોઆપ જ પહોંચી જાય. તો બીજી બાજુ સાહેબ, આજે પણ જ્યારે જ્યારે ‘ નામ ‘ ફિલ્મનું પંકજ ઉદાસનું ગાયેલું ‘ ચિઠ્ઠી આઈ હૈ ‘વાગે ત્યારે ત્યારે સાંભળનાર દરેક એન.આર.આઇ. ની આંખમાં થેમ્સ, વોલ્ગા, મિસિસિપી અને એમેઝોન વહેવા લાગે અને એનો એક રેલો અહીં વતનમાં બેઠેલા પરિવાર ની આંખ માંથી વહેતી ગંગા જમુના કે નર્મદા સુધી આવીને ભળે. બ્રેઈન ડ્રેઇનની આ સમસ્યાને ઉદ્દેશીને ત્યારે પણ આનંદ બક્ષી સાહેવે લખેલું કે ‘ આજા ઉમ્ર બહોત હૈ છોટી, અપને ઘર મે ભી હૈ રોટી… ‘ હાસ્તો, આ આત્મનિર્ભરતાનો આશાવાદ કંઈ આજનો થોડો છે. !!!

વર્ષ ૨૦૦૮માં નંદિતા દાસ ના દિગ્દર્શનમાં એક ફિલ્મ આવેલી ‘ ફિરાક ‘, જે 2002ના ગુજરાત રમખાણોની વાત કરતી હોવાને કારણે તદ્દન ખોટા કારણોસર ખૂબ ચર્ચામાં રહેલી. આ ફિલ્મમાં દીપ્તિ નવલે એક હિન્દુ મધ્યમવર્ગીય ગૃહિણીનું કિરદાર ભજવેલું કે જે હિન્દુ-મુસ્લિમ રમખાણો માં પોતાના બારણે જાન બચાવવા માટે આવેલી એક મુસ્લિમ સ્ત્રી માટે ઘરનો દરવાજો નથી ખોલી શકતી કારણ કે તે જાણે છે કે ધર્માંધ એવો એનો પતિ આ બાબત માટે ક્યારેય તૈયાર નહીં થાય અને અને પછી સ્ત્રી નું શું થયું હશે એની કલ્પનાઓના ભયાવહ ગિલ્ટમાં દીપ્તિ ગરમ તેલના ટીપાં ઝારા વડે હાથ પર પાડીને જાણે પોતાની જાતને સજા આપે છે.

કોરોના કાળમાં જ્યારે એપ્રિલ – મે માં લોકડાઉન લંબાયા અને અભણ ગરીબ મજૂરોએ બીજો કોઈ જ વિકલ્પ ન મળતા પોતપોતાનાં વતન ભણી જવા દોટ આદરી ત્યારે વેલ ટુ ડુ – સાધન સંપન્ન કહી શકાય એવા આપણા સૈા મને-કમને આ હિજરત અને રઝળપાટ ટીવી કે સોશીયલ મીડિયાના પરદે ચૂપચાપ જોતા રહ્યા. આ દ્રશ્યો એટલી હદે ભયાનક હતાં કે જે કોઈપણ સંવેદનશીલ હૈયાને મહિનાઓ વર્ષો સુધી વલોવી મૂકે. સમગ્ર ભારતના લગભગ બધા જ મહાનગરોમાં થી અભણ ગરીબ મજુર વર્ગને lockdown ની સમય અવધિ અનિશ્ચિતતા, પગાર ન ચૂકવી શકવાની માલિકોની સાચી-ખોટી અસમર્થતા અને મુશ્કેલ સમયમાં પોતાના મૂળ તરફ દોડી જવાનું મનોવૈજ્ઞાનિક વલણ જેવા પરિબળોને લીધે કરવી પડેલી 500, 700, 1000 કે 1500 કિલોમીટરની હિજરત એ ભાગલા પછીની ભારતીય સભ્યતાનું સૌથી કાળું પ્રકરણ સાબિત થઈ. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, રેલવેના પાટા પર ચાલી જતી ભૂખ્યા તરસ્યા મજૂરોની લાંબા અજગર સમી કતારો ના દ્રશ્યો ખરેખર દુ:સ્વપ્ન જેવા હતા. ગણીગાંઠી સેવાભાવી સંસ્થાઓ અને અમુક લોકોના વ્યક્તિગત પ્રયત્નો સિવાય મોટાભાગે તેમની મદદે કોઈ ન આવ્યું. જ્યારે થોડાક સારા ભવિષ્યની ખોજમાં ગામથી સેંકડો કિલોમીટર દૂર મ હાનગરમાં કાળી મજૂરી કરવા આવેલો શ્રમિક કોઈ જ માર્ગદર્શન કે આર્થિક સહાય વિનાની દશામાં મુકાય તો વતન ભણી દોટ ન મૂકે તો બીજું શું કરે? ( વંદે ભારત મિશન હેઠળ સમગ્ર વિશ્વમાંથી ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને દેશમાં પરત લાવનાર’ ચેસ્ટ થમ્પિંગ ગવર્મેન્ટ ‘ આ ગરીબ મજૂરો માટે પર્યાપ્ત વ્યવસ્થાઓ ઉભી કરવામાં મોટાભાગે ઉણી ઉતરી અથવા તો કેરળ જેવા જુજ રાજ્યો જ પૂરતા પગલાં લઇ શક્યા છે અને ચર્ચાનો વિષય હોઈ શકે ). જ્યારે તમે અને હું લોકડાઉનમાં ઘરે બેઠા દર થોડા કલાકે રસોડા તરફ નજર કરી ને ‘ એક ઔર ચા લાવજો તો ‘ની બુમ શ્રીમતીજીને પાડતા હતા કે પછી ‘ આ વર્ક ફ્રોમ હોમમાં ઓફિસ જેવી મજા નથી આવતી ‘ જેવી ફરિયાદોમાં વ્યસ્ત હતા, કે ‘ લાવ ડાર્લિંગ, આજે હું રસોઈ બનાવું’ કરીને રસોડાના નવા નવા બનેલા રાજાઓના ફોટોઝ સોશીયલ મીડીયા પર ‘ હેલ્પિંગ હબિઝ ‘ કે ‘ થેંકયુ કોરોના ‘ જેવા હૅશટૅગ સાથે મુકાતા હતાં ત્યારે ત્યારે લાખો લોકો પરિવાર સહિત – ઘરડા, યુવાન, પુરુષ, સ્ત્રી, સગર્ભા અશક્ત, નાના બાળક બધાં જ – જે સાધન મળ્યું તેમાં કે પછી ચાલતાં ચાલતાં જ વતન તરફ ચાલી નીકળ્યા. ક્યાંક દીકરીએ પોતાના વૃદ્ધ બાપને પેડલ રિક્ષામાં બેસાડીને સેંકડો કિલોમીટરનો રસ્તો કાપ્યો,તો ક્યાંક સગર્ભા મજુર બાઈએ પોતાના નવજાત બાળકને લઈને પ્રસુતિના એક જ કલાકમાં મંઝિલ તરફ ચાલવા માંડ્યું.

ક્યાંક ચાર પાંચ મિત્રો કોઈ વાહન ન મળતા સાયકલ પર બેસીને હજાર કિલોમીટર દૂર પોતાના વતન તરફ જવા નીકળ્યા અને એમાં કોક અધવચ્ચે મૃત્યુ પામ્યું તો ક્યાંક વળી વતન વાપસી માટે કેટલું ય ચાલીને રેલવે સ્ટેશન સુધી પહોંચનાર વૃદ્ધ ટ્રેનમાં જગ્યા ન મળવાની નિરાશામાં પ્લેટફોર્મ પર મૃત્યુ પામ્યો. ચકલાને ચણ, ગાયને રોટલી, કાગડાને ગાંઠીયા, માછલીને લોટ અને કૂતરાને બિસ્કીટ આપનાર આપણે કહેવાતા જીવદયાપ્રેમીઓ આ મજુરોના પલાયન વિશે કંઈ ન કરી શક્યા કે ન તો વર્ષે લાખો, કરોડો, અબજો રૂપિયા ઉસેટતા ધર્મસ્થાનકો એ કંઈ કર્યું. ( લગભગ બધા જ રાજ્યમાં કોઇ ને કોઇ ધર્મનું આવું એકાદ સ્થાનક તો હતું જ. ) ભૂખ-તરસ, ગરમી, પરસેવો, કોરોના ઇન્ફેક્શન, પોલીસનો માર, અકસ્માતમાં મૃત્યુ -આ બધાથી બચીને કેટલા લોકો વતન પહોંચ્યા અને કેટલા લોકોની દુર્ગતિ થઈ એના વિશેની કોઈ પણ માહિતી માનનીય સરકારશ્રી પાસે નથી એ હમણાં જ સત્તાવાર કબૂલાત પણ થઈ. ન ભૂતો ન ભવિષ્યતિ જેવી આ કોરોના કાળની ઘટનાઓ પછી અમુક લોકો ઘર સમાજ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યા તો ક્યાંક માણસોની જડતામાં વધારો થયો. એમ લાગતું હતું કે કમ સે કમ હવે તો આપણે જરૂર આ બધામાંથી કંઇક શીખીને સારા માનવી બનીશું. પણ ત્યાં તો આપણા ટીવી,સોશીયલ મીડીયા, ડ્રોઈંગરૂમ ચર્ચાઓ અને દિલોદિમાગનો કબજો સુશાંત, રિયા, દિશા, કંગના, પરિવારવાદ, ડ્રગ્સ, મીડિયા ટ્રાયલ, ચાઇના, મીડીયાનો યુદ્ધ માટેનો થનગનાટ, આત્મનિર્ભરતા વગેરે એ લઈ લીધો. આખો દેશ જાણે કે ‘ગજની’નો આમીરખાન બની ગયો છે. ના, ના, આમિર નહીં, એને પણ કમસે કમ ગજનીને મારવાનો છે એટલું તો યાદ હતું. દેશ કદાચ ગોલમાલ થ્રી ના પપ્પી ભાઈ મોડમાં જતો રહ્યો છે જે. દર ૧૫ મિનિટે ‘ ભુલા… ભુલા… ‘ કરીને કંઈક અતરંગી રાગ જ આલાપવા માંડે છે. અને આ બધાની વચ્ચે લગભગ દસ- બાર દિવસ પહેલાં જ ઇન્ટરનેટ પર આવ્યું ગીત ‘ બંબઈ મેં કા બા ‘ ( મુંબઈમાં શું છે ? ). મનોજ બાજપાઈ ( ગીતના ગાયક અને પ્રેઝંટર ) – અનુભવ સિંહા ( ગીતના ડિરેક્ટર ) અને ડૉ. સાગર ( ગીતકાર ) ના ડ્રીમ collaboration ના અદભુત પરિપાકરૂપે બનેલું રેપ નુમા ભોજપુરી ગીત ખરેખર અદ્ભુત છે. T-series ની youtube ચેનલ પર પોસ્ટ થયા ના આટલાં ટૂંકા ગાળામાં જ 5.8 મિલિયન વ્યુઝ ક્રોસ કરી ચૂક્યું છે. લલ્લનટોપ હોય કે bollywood hungama કે પછી નિલેશ મિશ્રા નું સ્લો કૅફે, આ બધા જ ઇન્ટરવ્યૂમાં અનુભવ – મનોજ ની જોડી એ ગીતના સર્જન અને ગીતના હાર્દ વિશેની જે વાતો કરી છે તેમજ સમગ્ર વિશ્વમાં વસતા કેટલાય એન.આર.આઈ કેવી રીતે આ ગીતની સાથે તાદામ્ય અનુભવી શક્યા છે એની વાતો પણ માણવા અને જાણવા જેવી છે. આ ગીતની સૌથી ખાસ વાત એ લાગી કે ભોજપુરી ભાષામાં હોવા છતાં પણ માણસની મૂળભૂત પીડા એટલે કે રોટી, કપડા, મકાનની વાત કરતું હોવાને લીધે સાંભળનારના ભાષા અજ્ઞાનને અતિક્રમીને પણ સીધું મન મસ્તિષ્ક સુધી પહોંચે છે અને હૃદયમાં સોંસરવું ઉતરી જાય છે.ઇન્ટરનેટ પર વધુ સક્રિય નહીં હોવ અથવા તો મારી જેમ ભોજપુરી ગીતો પ્રત્યે મોટાભાગે અણગમો હશે તો કદાચઆ ગીત તમારા સુધી હજી પહોંચ્યું નહિ હોય ( જો એમ હોય તો, માલિક તમે અહીંથી અટકો અને એકવાર youtube માં જઈને એ ગીત જોઈને પાછા આવો. આગળની ચર્ચા હવે તે ગીત વિશે જ છે ). ગીત શબ્દશ: નીચે મુજબ છે જેના લીરિક્સ સાથે અર્થ પણ વીડિઅોમાં છે.


बम्बई में का बा,
इहवाँ का बा,
ना त बम्बई में का बा,
इहवाँ का बा..

दू बिगहा में घर बा लेकिन
सुतल बानी टेम्पू में
जिनगी ई अझुराईल बाटे
नून तेल और शैम्पू में

मनवा हरियर लागे भइया
हाथ लगौते माटी में
जियरा अजुओ अटकल बाटे
घर में चोखा बाटी में

का बा.. इहवाँ..

जिनगी हम ता जिये चाहीं
खेत बगइचा बारी में
छोड़ छाड़ सब आयल बानी
हम इहवाँ लाचारी में

कहाँ? ना त बम्बई में का बा..
इहवाँ.. का बा..
ना त बम्बई में का बा..

बन के हम सिक्यरिटी वाला
डबल द्युटिया खटल तानी
ढिबरी के बाती के जइसे रोज़ रोज़ हम घटत तानी

केकरा एतना सौख बाटे
मच्छर से कटवावे के के
चाहेला ऐ तरह अपने के नरवासाहे के का बा..

इहवाँ.. का बा..

गाँव शहर के बिचवा में हम गजबय कन्फुजीआईल बानी
दू जून के रोटी ख़ातिर Bombay में हम आईल बानी

ना त बम्बई में का बा इहवाँ.. का बा..

हेलो.. हेलो… ऐ सुनाता ऐ कहाँ बाड़ू ना…
होली में… होली में… आवा तानी ठीक बा…

घी दूध और माठा मिसरी मिलेला हमारा गाँव में
लेकिन इहाँ काम चलत बा खाली भजिया पावय में
खाबा का ?

काम काज ना गांव में बाटय मिळत नाही
नौकरिया हो देखा कइसे हाकत बाड़ें
जइसे भेड़ बकरिया हो

ना त बम्बई में का बा इहवाँ.. का बा..
धत्त साला…. हटा

काम धाम रोजगार मिलय ता गउएँ सड़क
बनैति जाय जिला जवाडी छोड़ के
इहवाँ ठोकर काहे खईति जाये

ना त बम्बई में का बा इहवाँ.. का बा..

केसे केहू दुखवा बाटय हम केतना मजबूर हईं
लड़ीका पड़ीका मेहरारू से एक बरस से दूर हईं
के छोड़ेला बा ऐ तरह अब हमहन के लाचारी में
अपना छोटकी बुचिया के हम भर ना सकी अकवारी में

ऐ बॉबी.. आउ ना … गोदिया में आउ ना
अरे इहाँ सुत ना गोदिया में सुत जो हा हा हा

बूढ़ पुरनिया माई बाबू ताल तलइया छूट गईल
केकरा से देखवाई मनवा भीतरे भीतर टूट गईल

ना त बम्बई में का बा इहवाँ.. का बा..

हसुआ और ई खाँची फरुआ बड़की चोंख
कुदार उहाँ
लमहर चाकर घर दू तलिया
हमरो है सरकार वहां

हमरे हाथ बनावे बिल्डिंग आसमान के छुअत बे ह
म ता झोपड़पट्टी वाला हमरय खोली चुअत बे

का बा.. इहवाँ…

आ के देखा शहरिया बबुआ का भेड़िया धसान लगे
मुर्गी के दरबा में जइसन फसल सबय के जान लगय
ना त बम्बई में का बा इहवाँ.. का बा..

एतना मुअला जियला पर भी फूटल कौड़ी मिलत ना
लौना लकड़ी खर्ची बरछी घर के कमवा जुरत ना
महानगर के तौर तरीका समझ में हमरा आवे ना
घड़ी घड़ी पे डाटय लोगवा ढंग से केहू बतावे ना
ना त बम्बई में का बा इहवाँ.. का बा..

जबरा के हथवा में भइया नियम और कानून उहाँ
छोट छोट बतियन पे उ कई देलस ख़ून उहाँ
ऐ समाज देखा केतना ऊंच नीच का भेद हवे
उनका ख़ातिर संविधान में ना कोई अनुच्छेद हवे
इहवाँ.. का बा.. ना त बम्बई में का बा

बेटा बेटी लेके गावं में जिंदगी जिए मोहाल हवे
ना नीमन स्कूल कहीं बा ना नीमन अस्पताल हवे
ना त बम्बई में का बा इहवाँ.. का बा.. ना त बम्बई में का बा

जुलम होत बा हमरी सगवां केतना अब बरदास करी
देस के बड़का हाकिम लोग पर अब कइसे विसवास करीं
हम ता भुइयां लेकिन तोहरा बहुत ऊंच सिंघासन बा
सब जानय ला केकरा चलते ना घरवा में रासन बा

इहवाँ.. का बा..
हे साहेब लोग… हे हाकिम लोग हमरो कुछ सुनवाई बा
गांव में रोगिया मरत बाड़ें मिळत नहीं दवाई बा
बम्बई में का बा इहवाँ.. का बा..
ना त बम्बई में का बा इहवाँ.. का बा..
चला बाबू बड़ा लम्बा रास्ता बा जब ले जान रही गोड़ चलत रही बाबू चला… कंधा पे ले एकरा के चल ना.. बानी नु हम अरे कुछ ना पंद्रह सौ KM कहा ता लोग अरे चल जाई आदमी आँ… चल जाई आदमी चल जाई … चल जाई … अरे बस भोले नाथ के नाम ला … चल बम बोल बम बोल बम..



આ ગીત આટલું યાદગાર રહેવાનું એક કારણ એ પણ છે કે હળવા અંદાજમાં વાત એ રીતે શરૂ થાય કે મુંબઈમાં રહીને મજૂરી કરતા બિહાર કે આંધ્ર પ્રદેશમાં કામદાર, યુએઈમાં કામ કરતો કેરળનો વર્કર કે સિલિકોન વેલીમાં કામ કરતી ભારતીય આઇ.ટી. પ્રોફેશનલ બધા જ પોતાનાપણું અનુભવી શકે અને ત્યાંથી આગળ વધીને વાત ધીરે ધીરે વર્ગ-વિગ્રહ, ક્લાસ ડીફરંસ, પીડિતો પ્રત્યે ના અત્યાચાર અને અન્યાયની વાત કરવા સુધી પહોંચી છે ( અમિતાભનો અગ્નિપથનો સંવાદ ” યે કહેને કો શહેર હૈ મગર યહાં જંગલ કા કાનુન ચલતા હૈ. યહાં હર તાકતવર અપને સે કમ કો મારકર જીતા હૈ ” યાદ અપાવે ) ગામડે બે વીઘા નુ ખેતર હોય એવો વ્યક્તિ પણ કેવી રીતે અહીં ટેમ્પોમાં સુઇ ને રાતો પસાર કરે છે, જીવન બે ટંકનાં ભેજન અને બીજી આવશ્યક વસ્તુઓ પામવા બળતરામાં જ પતી જશે એમ લાગે. ઓછું ભણેલ કે અભણ હોવાને લીધે ડગલે પગલે શહેરી અને ભણેલા લોકોના ઠેબા, ઠોકર ,અપમાન સહન કરે છે, આજ કરતા આવતીકાલને બહેતર બનાવવા ના આશાવાદમાં પોતાના ઘર, માબાપ, પત્ની, બાળકો, મિત્રો,સૌ થી દૂર રહીને શહેરમાં કાળી મજૂરી કરતો એ વ્યક્તિ modern times ના ગંજાવર મશીનમાં સપડાયેલ ચાર્લી ના કિરદાર જેવો બની જાય છે. મોટી મોટી ગગનચુંબી ઇમારતો અને મકાનો બનાવનાર મજુરની પોતાની ખોલી જરાક અમસ્તા વરસાદમાં પણ કલાકો સુધી ટપકે છે એ ફરિયાદ કૈફી આઝમી સાહેબ ની અમર નઝમ ‘ મકાન ‘ ની યાદ અપાવે છે. મુઠ્ઠીભર રૂપિયા કમાવા માટે શહેર આવવામાં પોતાની નાની બાળકીને પણ એક વર્ષથી ગળે નથી લગાવી શકાઇ એ ફરિયાદ મિલિંદ ગઢવી સાહેબ ની પેલી ત્રિવેણી ( ગાંવ સે નિકલા થા જબ, તો માને કુછ મુસ્કાને રખ્ખી થી, તેરે શહેરને જેબ કાટ લી ) જેવી લાગે છે. પોતાના ગામડે ચોખ્ખા ઘી દૂધ સરળતાથી પામનાર અહીંયા વડાપાઉંના ડૂચા મારીને દિવસો કાઢે છે એ વાત મર્હુમ રાહત ઇન્દોરી સાહેબનો પેલો શેર ‘ શહેરો મેં તો બારુદો કા મોસમ હૈ, ગાંવ ચલો યે અમરુદો કા મોસમ હૈ ‘ યાદ અપાવે છે. શહેર હોય કે ગામ, સામાજિક આર્થિક ઉંચ-નીચ અને ભેદભાવનો ભોગ બનતા પીડિતોની રક્ષા માટે બંધારણનો કોઈ અનુચ્છેદ કામ લાગતો નથી એ વાતમાં અનુભવ સિન્હાની જ ફિલ્મ આર્ટીકલ ફિફ્ટીનના ધ્રુવ વિચારનો પડઘો પડે છે. આટલી તકલીફો અને ફરિયાદ હોવા છતાં ગીતના અંત સુધીમાં આવતા આવતા આક્રોશ નીભાવના નથી લાગતી પણ જાણે ગુલઝાર સાહેબ ના પેલા મેરે અપને ફિલ્મના ગીત ‘ હાલ ચાલ ઠીકઠાક હૈ ‘ માંથી ઉત્પન્ન થતાં કટાક્ષ જેવી લાગે છે.ચાલતો ચાલતો ગામ જવા નિકળેલો મજુર રસ્તામાં જાણે કોઈ શહેરી બાબુ મળી જતા બે ઘડી વાત કરવા રોકાયો હોય તેમ ગીત ના અંતે ” ચાલો હું નીકળું હવે, માત્ર પંદરસો કિલોમીટર જ તો જવાનું છે. ભોલેનાથ નું નામ લઈને બોલ બમ બોલ બમ કરતા પહોંચી જઈશું ” કહીને પોતાની મસ્તીમાં ચાલવા લાગે છે હિન્દી વાળું ‘ સફર ‘ કરવા માટે ઈન્ગ્લીશ વાળું ‘ સફર ‘ કરતાં કરતાં. અને તમે? અને તમે ઉભા ઉભા એણે નહીં મારેલા તમાચાના લીધે દુખતા ગાલ ને પંપાળતા રહી જાવ છો.બબુઆ કી ધોતી મેં ધમાલ, મિયાં અનાડી બા બીબી ખિલાડી બા, પેપ્સી પીકે લાગેલુ સેક્સી કે હમરી ભોજાઈ તોહરી લુગાઈ છાપ બીભત્સ અને અશ્લીલ ગીતો ફિલ્મો ના લીધે ભદ્રલોક ના ઘરમાંથી વિદાય લઇ ચૂકેલી ભોજપુરી સંગીતની પરંપરા માં ના ગીત એક આવકારદાયક વળાંક સાબિત થાય એવી પ્રાર્થના.આ સાથે ગીતની લિંક મૂકી છે, જેમાં સાથે સાથે જ ઇંગ્લિશ સબટાઇટલ પણ છે જ.

24 Comments:

  • Viral
    September 27, 2020

    Heart to heart communication jevi vato 6!!! Heartwarming!! Kya bat, kya bat, kya bat!

    Reply
    • Keyur Trivedi
      October 03, 2020

      Thank You so Bhai for such kind Words

      Reply
  • Rashi Muliyasiya
    September 27, 2020

    Wonderfully written… 👏👏👏

    Reply
    • Flashback Stories
      October 03, 2020

      Thank you 🙂

      Reply
  • Bakulesh Desai
    September 27, 2020

    વાહ….સરસ લબે રહો…

    Reply
  • Bakulesh Desai
    September 27, 2020

    વાહ….સરસ લબે રહો…

    Reply
    • Flashback Stories
      October 03, 2020

      Thank You 🙂

      Reply
  • Ravi Dattani
    September 27, 2020

    બધાય દોડા દોડી કરે છે,શું થયું હે..?
    ઓલા House મોટા મોટા ને માણહ નાના નાના દેખાય છે.
    Sky માં ઓલા આપણા ટમટમીયાયે ગાયબ?
    દાદા ઉઠો ને જોવે ને શું થયું છે?

    બટા!શહેર આયવું લાગે સ…
    *****************************
    આ ગુજરાતી Baka ને ભોજપુરી kaba તમારા બ્લોગ પરથી જ જાણવા મળ્યું,એ બદલ Thanks.waiting for next blog.

    Reply
  • Ravi Dattani
    September 27, 2020

    બધાય દોડા દોડી કરે છે,શું થયું હે..?
    ઓલા House મોટા મોટા ને માણહ નાના નાના દેખાય છે.
    Sky માં ઓલા આપણા ટમટમીયાયે ગાયબ?
    દાદા ઉઠો ને જોવે ને શું થયું છે?

    બટા!શહેર આયવું લાગે સ…

    આ ગુજરાતી Baka ને ભોજપુરી kaba તમારા બ્લોગ પરથી જ જાણવા મળ્યું,એ બદલ Thanks.waiting for next blog.

    Reply
  • Ravi
    September 27, 2020

    બધાય દોડા દોડી કરે છે,શું થયું હે..?
    ઓલા ઘર મોટા મોટા ને માણહ નાના દેખાય છે અને
    આકાશમાં ઓલા આપણા ટમટમીયાયે ગાયબ?
    દાદા ઉઠો ને જોવે ને શું થયું છે?

    બટા!શહેર આયવું લાગે સ…

    આ ગુજરાતી baka ને ભોજપુરી kaba ને તમારા બ્લોગ દ્વારા જ જાણવા મળ્યું એ બદલ Thanks. Waiting for next blog.

    Reply
    • Flashback Stories
      October 03, 2020

      Thank you 🙂 I am glad you liked it

      Reply
  • ankit prajapati
    September 28, 2020

    Jabardast keyur bhai!!!

    Reply
    • Flashback Stories
      October 03, 2020

      Thank you buddy 🙂

      Reply
  • Yashvant Sharma
    September 28, 2020

    Bahut khub keyur bhai lockdown ke baad pravashi mazdooron ke baare likhi janewali kai saari blogs maine padhi par is tarah se kisi ne vyaqt nahi ki hai jaise apne kiya hai , aisa laga mano ye sab aapne khud jhela hai . Par isme kahani abhi adhuri bhi hai , jo mazdoor apne ghar ki taraf gaye to waha hi unhe tanj sunana padh mano log apni jaan ke alava wo kisi aur ki pida ko dekh hi nahi paa rahe hai wo ye tak dekh nahi paa rahe hai ki unke gav ka, unka bhai , mitra , beta , kafi dur se hindi ka safar aur English ka suffer dono karke aaya hai unhe gav ke bahar rakha gaya unke ghar ke itne karib hote huye bhi we ghar nahi ja sakte apno ko gale nahi laga sakte apno ke hath ka khana nahi kha sakte jaisi bahut si baate hai jo abhi adhuri hai … baki apke dwara likhe shabd sidha dil , dimag tak pahuchate hai.

    Reply
    • Flashback Stories
      October 03, 2020

      Thank you bhai 🙂

      Reply
  • Mauli
    October 04, 2020

    Wonderful, really awesome 👍👌

    Reply
    • Flashback Stories
      October 04, 2020

      Thank you 🙂

      Reply
  • Saurabh
    October 05, 2020

    Waaah very nice writing✍️✍️✍️

    Reply
    • Dilip Rangwani
      October 05, 2020

      Thank you bhai 🙂
      kahan hai tu aaj kal
      – Keyur

      Reply
  • Dr Dilip Italiya
    October 07, 2020

    અદભુત વર્ણન અને જોરદાર કટાક્ષ.

    Reply
  • Ankit Patel
    October 12, 2020

    Bahot khoob… khas karine films na ane films na dialogues and ena songs na references mane bahu gamya.. saras.
    Tamaru knowledge aama bharpoor dekhay chhe.

    Reply
    • Flashback Stories
      October 12, 2020

      સાહેબ,
      તમે વાંચ્યું એમાં જ શેર લોહી વધી ગયું મારું તો.
      તમને ગમ્યું એનો રાજીપો.
      હજી વધુ મહેનત કરીને રસપ્રદ વિષયો પર લખવું છે.
      વાંચીને પ્રતિભાવ આપતા રહેજો.
      -Keyur Trivedi

      Reply
  • Janak
    October 18, 2020

    Keyur ,
    This is really sensible ,,kudos

    Reply
    • Flashback Stories
      October 18, 2020

      A word of appreciation is nothing less than a medal, sir.
      Please keep reading and keep guiding 🙏

      – Keyur Trivedi

      Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *