By: Flashback Stories On: October 04, 2020 In: Blog Comments: 10

આજના બ્લોગની શરૂઆત કરતાં પહેલાં એક બે વાત.

1) સૌપ્રથમ તો બ્લોગ લખવાના મારા પ્રથમ પ્રયાસને આવકારવા, બિરદાવવા અને ટપારવા બદલ સૈા મિત્રો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. તમારા શબ્દો હૂંફ અને હિંમત આપે છે. સારા કે નરસા પણ નિખાલસ પ્રતિભાવોનો આ સિલસિલો ચાલુ જ રાખશો.

2) ઉત્સાહના અતિરેકમાં પહેલાં બ્લોગ વખતે એક વાત કહેવાની રહી ગઈ કે મોટાભાગે આ બ્લોગના વિષયો મોટેભાગે પુસ્તકો, ફિલ્મો, નાટકો, વિવિધ કળાઓ અને કળાકારો, ગમતાં ગીતો વગેરેની આસપાસ રહેશે. ( બીજું ક્યાં કંઈ લખતાં ય આવડે છે ? જો કે આ વિષય પર પણ લખતાં આવડે જ છે એવો કોઈ દાવો નથી 😛 )

એક વાર ૩ મિત્રો ( એક બ્રિટિશર, એક ફ્રેન્ચ, અને એક રશિયન ) મ્યુઝિયમની મુલાકાતે ગયા. આદમ અને ઈવના પ્રખ્યાત તૈલચિત્ર આગળ ઊભા રહીને તેની સુંદરતાથી પ્રભાવિત થઈને વખાણ કરવા લાગ્યા.

બ્રિટિશર : બંને કેટલા શાંત અને વિચારમગ્ન લાગે છે ! નક્કી આ બંને અંગ્રેજ જ હશે.

ફ્રેન્ચ : ના, ના હવે… બંને કેટલા સુંદર અને પ્રેમાળ લાગે છે. મને ખબર છે આ બંને ફ્રેન્ચ જ હશે.

રશિયન ( ઠંડા કલેજે ) : જુઓ, એ બંને નગ્ન છે, રહેવા ઘર પણ નથી, ખાવા માટે બંને વચ્ચે એક જ સફરજન છે અને તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ સ્વર્ગમાં છે ! આ બંને રશિયન સિવાય બીજા કોઇ હોઇ જ ન શકે… 😝😝😝😝😝

સુપ્રસિદ્ધ બ્રિટિશ લેખક જ્યોર્જ ઓરવેલની અમર કટાક્ષ કથા ‘ એનિમલ ફાર્મ ‘ ની વાત શરૂ કરતી વખતે સામ્યવાદને પોતાના સ્વાર્થ ખાતર વટાવી ખાનારી રશિયન નેતાગીરીની ઠેકડી ઉડાવતો આ પ્રખ્યાત જોક યાદ આવી ગયો. 75 વર્ષ પહેલાં લખાયેલી અને વિશ્વની 70 જેટલી ભાષાઓમાં અનુવાદિત થયેલી એવી અદભૂત કટાક્ષ કથા એનિમલ ફાર્મ આજે પણ વિશ્વના લગભગ મોટાભાગના દેશોની રાજકીય-સામાજિક પરિસ્થિતિના સંદર્ભમાં એટલી જ, કદાચ વધુ સમકાલીન લાગે છે.

એનિમલ ફાર્મનું વિચારબીજ અને પ્રકાશન



જ્યોર્જ ઓરવેલે એકવાર જોયું કે માત્ર દસ-બાર વર્ષનો એક બાળક ઘોડાગાડી લઈને જઈ રહ્યો હતો અને તેના હાથમાં ચાબુક હતી, જે તે જરૂર હોય કે ન હોય, ઘોડા ઉપર છૂટ્ટા હાથે વીંઝે જતો હતો. આ દ્રશ્ય જોઈને ઓરવેલને વિચાર આવ્યો કે માણસજાત સદીઓથી પ્રાણીઓને ચાબુકના જોરે પોતાના ગુલામ બનાવીને બેઠી છે. આ અત્યાચારથી કંટાળીને કોઈ વાર પ્રાણીઓ બળવો કરે તો? આ વિચારમાંથી એનિમલ ફાર્મ સર્જાઈ. જેમાં ઓરવેલે પોતાના સ્પેનિશ સિવિલ વોર વખતના અનુભવો ઉમેરીને કથાને ઘાટ આપ્યો. દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં લખાયેલી આ કથા છપાવવામાં ઓરવેલને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. જ્યારે બ્રિટન અને રશિયા મિત્રરાષ્ટ્ર તરીકે યુદ્ધમાં સાથે લડી રહ્યા હોય ત્યારે રશિયાના સામ્યવાદ વિશે ધારદાર કટાક્ષ કરતી આ લઘુનવલ છાપીને કોઈ પ્રકાશક બ્રિટિશ સરકારની નારાજગી વહોરવા માંગતો નહોતો. મહામહેનતે પ્રકાશિત થયેલી આ લઘુનવલ શરૂઆતના નબળા પ્રતિસાદ પછી પ્રચંડ સફળતા પામી. એનિમલ ફાર્મ આજે ટાઇમ મેગેઝીનની ‘ શ્રેષ્ઠ 100 અંગ્રેજી નવલકથાઓ’ની યાદીમાં સ્થાન પામે છે. તેની પરથી બે ફિલ્મો બની, રેડિયો નાટકો થયાં અને અમુક જગ્યાએ નાટકનું મંચન પણ થયું છે. સરકારના દમનકારી પગલાનો વિરોધ કરનારા લેખકો – વિચારકો આજે પણ એનિમલ ફાર્મ ના સંવાદો ટાંકે છે.

કથાનો ટૂંકસાર

બ્રિટનમાં વસતા અને ખેતી તથા પશુપાલનનું કામ કરતા મિ. જોન્સ મનોર ફાર્મના માલિક છે. ફાર્મમાં તેમણે ભૂંડ, ઘોડા, કુતરા, ગાય, ઘેંટા, ગધેડા, મરઘા વગેરે પ્રાણીઓ અને પક્ષીઓ પાળ્યાં છે. મિસ્ટર જોન્સ તરફથી સરખી માવજત અને સમયસર ખોરાક પાણી ન મળતાં તથા ખેતીના અત્યંત થકવી દેનારા કામોથી ત્રસ્ત પ્રાણીઓ નેપોલિયન અને સ્નોબોલ નામના બે ભૂંડની આગેવાની હેઠળ બળવો પોકારીને ફાર્મ પર કબજો જમાવી લે છે. વયોવૃદ્ધ ભૂંડ, ઓલ્ડ મેજરના સ્થાપેલા નિયમો કે જેનો મુખ્ય સાર પ્રાણીઓ વચ્ચેની સમાનતા અને ભાઈચારો છે, તે સિદ્ધાંતોના પાયા પર એનિમલ ફાર્મનું કામ આગળ વધે છે. બધા પ્રાણીઓ પોતે જ પોતાના માલિક હોવાની અને બધી જ પેદાશોની અને સાધનોની સમાન વહેંચણીના વાયદાની ખુશીમાં દિલોજાનથી ફાર્મના કામમાં લાગી પડે છે. એટલે સુધી કે ફાર્મ પર ફરી કબજો મેળવવા માટેના મિસ્ટર જોન્સના યોજનાબદ્ધ હુમલાનો પણ બધા પ્રાણીઓ પુરજોર સામનો કરે છે અને જીતવામાં સફળ રહે છે.

આગળ જતાં નેપોલિયન અને સ્નોબોલની સત્તાલાલસા ચરમસીમા પર પહોંચે છે અને એક પછી એક પ્રપંચી યોજનાઓ અમલમાં મૂકાય છે, જેમાં સમાનતા અને ભાઈચારાના બધા જ સિદ્ધાંતો સિફતપૂર્વક ભુલવી દેવામાં આવે છે. નેપોલિયન પોતાના વફાદાર સાથી ભૂંડ અને પાળેલા ખૂંખાર કુતરાઓની સેના વડે ફાર્મ પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવીને સ્નોબોલને ગદ્દાર અને ભાગેડુ જાહેર કરે છે. જાતજાતના જુઠ્ઠાણા, પ્રપંચ અને ભ્રામક ખુલાસાઓ વડે નેપોલિયન પોતાની સત્તા અને ભોગવિલાસ સતત વધારતો રહે છે અને રૂપાળા શબ્દો વડે તે બધાને જ વ્યાજબી ઠેરવે છે. તેની તરંગી યોજનાઓની નિષ્ફળતા માટે તે દર વખતે ગદ્દાર અને દેશદ્રોહી સ્નોબોલને જવાબદાર ઠેરવે છે. નેપોલિયન એનિમલ ફાર્મના પાયાના સાત સિદ્ધાંતોનું સગવડીયું અર્થઘટન કરી અને તેમાં મન મુજબ ચતુરાઈપૂર્વકના ફેરફારો કરીને ભ્રામક પ્રચાર કરવામાં નિષ્ણાંત એવા સ્કવીલર નામના ભૂંડની મદદથી એ સાબિત કરવામાં સફળ રહે છે કે નેપોલિયનથી શ્રેષ્ઠ એનિમલ ફાર્મ માટે બીજું કોઈ નથી. નેપોલિયનની શેખચિલ્લી જેવી યોજનાઓ પાર પાડવા માટે જરૂરી એવી તનતોડ મજૂરી બોક્સર ઘોડા જેવા મહેનતુ પ્રાણીઓ માટે લાંબા ગાળે જાનલેવા પુરવાર થાય છે. બોક્સર ની સારવાર કરાવવાના નામ પર નેપોલિયન અંતે તેને કસાઈવાડે સોંપી દે છે. Four Legs Good Two Legs Bad નો અવિરત જપાતો મંત્ર હળવેકથી Four Legs Good Two Legs Better માં ફેરવાઈ જાય છે કારણકે નેપોલિયનને પાડોશી ફાર્મના માલિકો સાથે વેપાર કરવામાં વધુ લાભ દેખાય છે. Beasts of Englandનું ફાર્મના પ્રાણીઓના શ્રમનું ગૌરવ કરતું ગીત ધીરે રહીને Friend Of The Fatherless, Fountain Of Happiness, Comrade Napoleonમાં ફેરવાઈ જાય છે.

વાર્તાના અંતે બધાં જ પ્રાણીઓ ફાર્મ હાઉસમાં ભૂંડ સમૂહ અને મિ. પિલ્કિંગટન ( પડોશી ફાર્મના માલિક જેમની સાથે દુશ્મની હોવાની વાતનું રટણ કરતો નેપોલિયન પાછળથી તેમની સાથે મિત્રતા કરી લે છે ) સાથે દારૂની છોળો ઉડાડતો અને જુગારની મહેફિલ કરતા નેપોલિયનને નિસહાય થઈને જોઈ રહે છે. જુગારની રમત રમતા બાખડી પડતા ભૂંડ અને માણસ વચ્ચેનો ભેદ ભૂંસાઈ જાય છે.

એનિમલ ફાર્મના પાત્રો અને ઐતિહાસિક સંદર્ભો

ઓલ્ડ મેજર અને તેના Animalismના સિધ્ધાંતો – વયોવૃદ્ધ ભૂંડ કે જે મૂળે સૌથી પહેલાં ફાર્મ પર ક્રાંતિની કલ્પના કરે છે ( આ પાત્ર કાલ માર્કસ પરથી આવ્યું કે જેમની દાસ કેપિટલ અને કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો પરથી સામ્યવાદના પાયાના સિદ્ધાંતો ઘડાયા )

નેપોલિયન – ફાર્મના પ્રાણીઓમાં સમાનતાની વાત કરતો પણ અસલમાં સ્વભાવે સરમુખત્યાર ભૂંડ આગેવાન ( આ પાત્ર જોસેફ સ્ટાલિન પરથી આવ્યું કે જે ક્રાંતિ પછી સામ્યવાદી રશિયામાં તાનાશાહી માટે અને પોતાના વિરોધીઓને ‘ ઠેકાણે પાડી દેવા’ની ખાસિયત માટે મશહૂર હતો. )

સ્નોબોલ – ક્રાંતિ માટે જવાબદાર બીજું એક આગેવાન ભૂંડ કે જે પાછળથી નેપોલિયન સાથે ભયંકર મતભેદ થતાં ફાર્મ છોડી ભાગી જાય છે. ( આ પાત્ર રશિયન નેતા લિયોન ટ્રોત્સકી પરથી આવ્યું કે જેમને સ્ટાલિન સાથેના મતભેદના લીધે રશિયા છોડીને ભાગવું પડ્યું હતું )

બોક્સર – ઉત્સાહી અને અત્યંત પરિશ્રમી ઘોડો કે જે નેપોલિયનમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને આખી જિંદગી તનતોડ પરિશ્રમ કર્યા પછી પણ જેને કસાઈવાડો જ નસીબ થાય છે. ( આ પાત્ર રશિયન ગરીબ મજૂર વર્ગ કે જે સ્ટાલિનની નેતાગીરીમાં ખૂબ વિશ્વાસ ધરાવતો તેનું પ્રતીક છે. )

મિસ્ટર જોન્સ : મનોર ફાર્મના બેદરકાર માલિક ( રશિયન ઝાર રાજા નિકોલસ બીજો કે જેણે રશિયામાં ક્રાંતિ થતા સત્તા છોડીને ભાગવું પડ્યું )

સ્કવીલર : નેપોલિયનના બધા જ ગપગોળાને સાચા સાબિત કરતી માયાજાળ રચતું ભૂંડ કે જે લાગ જોઈને ફાર્મની દીવાલ પર લખાયેલા પાયાના સાત સિદ્ધાંતો સાથે પણ ચેડા કરે છે ( રશિયન પ્રચાર તંત્ર અને ગોદી મીડિયા… ઓહ સોરી સોરી, રાજ્ય નિયંત્રિત વર્તમાનપત્રોનું પ્રતિક )

મિસ્ટર ફ્રેડરિક : એનિમલ ફાર્મ સાથે સારા સંબંધો જાળવનાર અને પછીથી દગો કરનાર પાડોશી ફાર્મના માલિક ( જાણકારોના કહેવા મુજબ આ પાત્ર એડોલ્ફ હિટલર પર આધારિત છે અને એટલે જ ઓરવેલે ચતુરાઈપૂર્વક આ પાત્રને ફ્રેડરિક એવું જર્મન નામ આપ્યું, બાય ધ વે ફ્રેડરિકનો અર્થ થાય છે શાંતિપૂર્વક રાજ કરનાર 😛😛😛 )

મિસ્ટર પિલકિંગટન : મિસ્ટર ફ્રેડરિકને પછાડી દેવા માટે એનિમલ ફાર્મ સાથે સારા સંબંધો રાખનાર અને પાછું પોતાને ત્યાં આવો બળવો ન થાય એની ચિંતા કરનાર ( અમેરિકા અને બ્રિટન જેવા મૂડીવાદી દેશોનું પ્રતીક )

અન્ય પાત્રો : બેન્જામિન ગધેડો જે ઘણું બધું જાણતા હોવા છતાં કદી કંઈ બોલતો નથી ( રશિયન બુદ્ધિજીવિઓ ), મોલી, એક જુવાન ઘોડી કે જે પોતાના સુખની જ ચિંતા કરે છે ( રશિયન સ્વકેન્દ્રી વર્ગનું પ્રતીક ), નેપોલિયનના ખૂંખાર કુતરા ( રશિયાની સિક્રેટ પોલીસ અને જાસૂસી સંસ્થા કેજીબી), ઘેંટાઓ જે નેપોલિયનનું કીધેલું બધું જ સાચું માનનારાં ભક્તો… સોરી અગેઈન… આઈ મીન અનુયાયીઓ ( સ્ટાલિન ના આંધળા સમર્થકો )

એનિમલ ફાર્મની ઘટનાઓ અને સંદર્ભો

ઓરવેલે એનિમલ ફાર્મમાં પ્રાણીઓના વિદ્રોહની જે વાત લખી છે એ રશિયન ક્રાંતિને મળતી આવે છે. એનિમલ ફાર્મ એ અહીં સંયુક્ત રશિયન સંઘ છે અને એનિમલ ફાર્મના ધ્વજમાંના ‘ શીંગડા અને ખરી ‘ એ સંયુક્ત રશિયન સંઘના રાષ્ટ્રધ્વજમાં હથોડો અને દાતરડુંના પ્રતિક છે. નેપોલિયનનું નવા ભૂંડોને અપાતા શિક્ષણ પરનું નિયંત્રણ એ તે વખતના 70 ટકા ઉપરાંત અભણ રશિયન સમાજમાં નવી પેઢીને અપાતા શિક્ષણ ( વાંચો, બ્રેઈન વોશિંગ ) પરનું સ્ટાલીનનું નિયંત્રણ દર્શાવે છે. કાલ માર્ક્સ અને લેનીનના સામ્યવાદી સિદ્ધાંતો ઓલ્ડ મેજરના એનિમલિઝમના સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. પવનચક્કીનું બાંધકામ અને એના માટેની તનતોડ મજૂરી એ રશિયન ઔદ્યોગિક ક્રાંતિ અને પંચવર્ષીય યોજનાઓ દર્શાવે છે. મરઘીઓનો નેપોલિયન સામેનો વિરોધ રશિયાના નિષ્ફળ નાવિક – ખેડૂત વિદ્રોહ, પવનચક્કી પાસેનું યુદ્ધ રશિયાના બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેવાનું અને કથાના અંતે ફાર્મ હાઉસમાં નેપોલિયન અને પિલ્કિંગટન વચ્ચે યોજાતી ડિનર મીટીંગ એ દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે સ્ટાલિન, રૂઝવેલ્ટ અને ચર્ચિલ વચ્ચે થયેલી મીટીંગ દર્શાવે છે. આ સિવાય પણ આખી કથામાં ડગલેને પગલે આવતા અનેક પ્રસંગો અને બાબતોના સમીક્ષકોએ વિવિધ રીતે અર્થઘટનો આપ્યાં છે.

એનિમલ ફાર્મની સમકાલીનતા અને કથામાંથી ઉદ્ભવતા પ્રશ્નો :

એનિમલ ફાર્મની કથા મોટાભાગના દેશો અને તેમની પરિસ્થિતિઓને આજે પણ અનેક સંદર્ભોમાં લાગુ પડે છે. આ કથામાંથી અમુક ખૂબ જ પાયાના અને અત્યંત જરૂરી પ્રશ્નો ઊભા થાય છે.

1) શું સમાજમાં કદી સમાનતા સ્થાપી શકાય ખરી કે પછી આ અસમાનતાઓ અમર રહેવા માટે સર્જાઈ છે?

2) મહાન માનવીય મુલ્યો અને સિદ્ધાંતોની વાત કરીને સત્તા પર આવનારા સત્તા મેળવતા તરત જ પોતાના સગવડિયા એજન્ડા સિદ્ધ કરવામાં જ લાગી જાય છે એ પ્રજાને દેખાતું બંધ કેમ થઈ જાય છે?

3) શું શિક્ષણ અને જ્ઞાન સ્વતંત્ર રાજકીય વિચારો ઘડવામાં કોઇ ફાળો આપે છે ખરા ?

4) ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર બને એવી આ સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થા માટે કોણ જવાબદાર?

5) ગરીબ અને કચડાયેલા વર્ગ માટે તો ફક્ત રાજ કરનારા જ બદલાય છે. પહેલા રાજાઓ અને પછી વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ. ગરીબ વર્ગની સુખાકારી અને ઉદ્ધાર કેમ કદી થતા નથી ?

6) ક્રાંતિનો પાયો નાખનારા મૂળભૂત સિદ્ધાંતો ઘડનારા, ક્રાંતિના લક્ષ્ય આપનારા આ બધા પર રાજકીય મહત્વકાંક્ષા અને સત્તાની ભૂખ કેમ વિજયી પુરવાર થાય છે?

7) ધર્મ, જાતિ, આર્થિક અસમાનતાઓ, વેરઝેરની વાતો, કાલ્પનિક શત્રુઓનો ભય વગેરે વડે પ્રજાને ભોળવવી આટલી સરળ કેમ છે? પ્રજાની યાદશક્તિ આટલી ટૂંકી કેમ હોય છે?

જતાં જતાં

જો કોઈ પણ એક ચોક્કસ રાજકીય પક્ષના ચશ્માં ન ચઢાવ્યા હોય અને માનીતા રાજકીય પક્ષની વિચારધારા કરતા દેશહિત ને આગળ મૂકતા હોવ તો એનિમલ ફાર્મ વાંચવી તમને ગમશે જ. જ્યોર્જ ઓરવેલની વાતને સીધે સીધું કહી દેવાને બદલે પ્રાણીઓના રૂપકો વડે રજૂ કરવાની શૈલીને લીધે ચાહકોને હજી પણ આ નવલકથા વારંવાર વાંચવી ગમે છે.

સમાપનમાં આ લઘુનવલમાં આવતા બે-ત્રણ વાક્યો ટાંકવાનું મન થાય છે.

બેન્જામિન ગધેડા દ્વારા બોલાતું વાક્ય life would go on as it had always gone on, that is, badly… ખરેખર યાદગાર છે.

નવલકથાનું છેલ્લું વાક્ય ” the creatures outside look from pig to man and from man to pig and from pig to man again. What already it was impossible to say which was which. “ વાંચ્યા પછી ક્યાંય સુધી મગજમાં ઘુમરાયા કરે છે.

All animals are equal. But some animal are more equal than others. એ તો હવે જગવિખ્યાત પંક્તિ બની ચૂક્યું છે.

સાત સિદ્ધાંતોનું નેપોલિયન દ્વારા તોડી મરોડીને કરાયેલું અર્થઘટન ઓરવેલની શબ્દ ચાતુરીનો પુરાવો છે. રાજકીય-સામાજિક મોરચે અનેક મારફાડ પ્રહાર કરતી એનિમલ ફાર્મ સાચે જ અમર રહેવા સર્જાઈ છે.

ક્યાંક સાંભળેલા એક શેર સાથે વાત પૂરી કરું. ( આ શેર લખનાર શાયરનું નામ ખબર નથી. )

मेरे सैयाद की तालीम की धूम गुलशन में,
यहां जो आज फंसता है वह कल सैयाद होता है।

( सैयाद – शिकारी )

-नामालूम

શીર્ષક સૂચન : ડૉ. જય મહેતા

Animal Farm : વો સુબહ ક્યોં નહીં આઇ?
Blog & In Picture Caption
Written By:- Keyur Trivedi
( Team Flashback Stories )

10 Comments:

  • Ruchir
    October 04, 2020

    ખરેખર કહું મને આમ વાંચવામાં એટલો રસ નહીં પણ તમે જે આ વાત લખી છે તે પરથી નક્કી કર્યું છે. કે હું વાંચીસ ખરો આ નોવેલ .. અને સાચે કહું તો કોઈ ફક્ત બીજી જ વાર ના બ્લોગ પોસ્ટ માં એટલું પરફેક્ટ ઝીણવટ ભર્યું કોઈ લખી શકે નવાઈ લાગે ખરી પણ જોરદાર શબ્દો..જોરદાર ભાષા પ્રત્યે નો પ્રેમ ..ભાષા પ્રત્યે ની સમજણ😍 એના માટે સો સલામ છે ભાઈ તમારી મેહનત.ને મજા પડી ગઈ બોસ. …બસ આવું લખતા રહો અને હું વાંચતો રાહુ… Love it ..Keep it up 👍👏👌😍😘

    Reply
    • Flashback Stories
      October 04, 2020

      Thank you so much for such warm words and love.
      Please keep reading.
      Will try to come up with more such interesting aricles.

      – Keyur

      Reply
  • Niyati Pathak
    October 04, 2020

    It was good to see you … Keyur Sir and Jay Sir … With new insights this Fiction … As per I Have Learnt @B.A studies ….

    Reply
  • Niyati Pathak
    October 04, 2020

    It was good to see you … Keyur Sir and Jay Sir … With new insights this Fiction … As per I Have Learnt @B.A studies …. Thank you

    Reply
  • DR. JAY N. MEHTA
    October 05, 2020

    My dear Keyur, I just feel like hugging you after reading this post (probably for the 4th time!)
    I was right, you do have it in you… Please don’t let this flame extinguish at any cost!
    This article is a brilliant analysis of the text. Who should read this? Those who love to read, those who are interested in politics, those who wish to be a good citizen, those who are troubled by the current political scenario anywhere around the globe, in short.. EVERYONE SHOULD READ THIS.
    I am sure the students of English literature will be benefited by reading this for their study.
    aur jab aapke sath Dilip Rangwani jaisa support system hai to fir to kya kehna….!!!
    Expecting more and more such pieces from the team….!!!!
    Love you!

    Reply
    • Flashback Stories
      October 06, 2020

      Thanks for such nice words.
      I will try n come up with more n more such
      interesting articles.
      Keep motivating the way you have always done.
      Lots of love.
      – Keyur Trivedi

      chaman meñ iḳhtilāt-e-rang-o-bū se baat bantī hai
      ham hī ham haiñ to kyā ham haiñ tum hī tum ho to kyā tum ho (SARSHAR SAILANI)
      – Dilip Rangwani

      Reply
  • JAYESH JOSHI
    October 08, 2020

    કયા બાત હૈ કેયુરભાઈ. આ પુસ્તક મેં સર્વપ્રથમ પુસ્તક મેળામાં “બાળકો માટેના પુસ્તકો” વિભાગમાંથી ખરીદ્યું હતું. પછી એમ પણ થયું કે આ પુસ્તક સાચે જ બાળકો માટે છે, બાળકો જ તો આવનારી કાલ ને બદલવાના છે.

    ઘણીવાર કોઈ જગ્યા કેટલી સુંદર છે એનો આધાર મળેલા ગાઈડ પર હોય છે, એ જ રીતે કોઈ પુસ્તક કેટલું સુંદર છે એ ત્યારે ખબર પડે જ્યારે તમારા જેવા કોઈ રસ ના ઘોયા વર્ણન કરે. ફરીથી એનિમલ ફાર્મ ની મુલાકાત કરાવવા બદલ ખુબ ખુબ આભાર.

    Reply
  • Jayati Thakar
    October 08, 2020

    From title down to content withal its elaboration is out standing. My interest towards politics is minimum so of its knowledge. Being a student of literature I’ve been came across the text “Animal Farm” many a time, as in my surrounding it used to get appreciated for its style of writing and how well it’s been placed in previous raw of political senario for its relevance is yet there in today’s world. After reading your blog ‘m sure it has increased my intereste to read this book. Because your blog I must say!open ups the way for newbies (except for language barrier) to this text like me. Thank you Jay sir for sharing this. Thank you Keyur sir! We’re looking forward to your next blog with extraordinary stuff alike.

    Reply
  • Jayati Thakar
    October 08, 2020

    From title down to content withal its elaboration is out standing. My interest towards politics is minimum so of its knowledge. Being a student of literature I’ve been came across the text “Animal Farm” many a time, as in my surrounding it used to get appreciated for its style of writing and how well it’s been placed in previous raw of political scenario for its relevance with today’s world. After reading your blog ‘m sure it has increased my interest to read this book. Because your blog I must say!open ups the way for newbies (except for language barrier) to this text like me. Thank you Jay sir for sharing this. Thank you Keyur sir! We’re looking forward to your next blog with extraordinary stuff alike.

    Reply
    • Keyur Trivedi
      October 15, 2020

      Thank You So Much Jayati Ji for such kind words. Means a lot to me.

      Reply

Leave reply:

Your email address will not be published. Required fields are marked *