Let’s celebrate international men’s day…..😇 A same blessing as women in human body on earth..
બધે તમે જોતા હશો કે મહિલા માટે ની ઘણી બધી પોસ્ટ હોય છે. ઘણા બધા લેખ હોય છે પણ આજે આંતરરષ્ટ્રીય પુરૂષ દિવસ નિમિત્તે તમને ક્યાંય કોઈ પણ જગ્યાએ એવું જોવા નહિ મળે કે એમના વિશે વાત થાય કે એમના વખાણ થાય….ઘણું બધું લખાઈ ગયું છે મહિલાઓ માટે…હું પણ લખું છું મહિલા માટે પણ તમે જ કહો કે શું આપણે મહિલા ના સન્માન માટે જેટલી વાતો કરીએ શું પુરૂષ ને પણ એટલું જ સન્માન ન મળવું જોઈએ?? ચાલો તો આજે તમને કંઇક કહેવુ છે. મને લાગે છે કે દર વખતે ખાલી સ્ત્રી ને જ સાથ આપવો જોઈએ એ સાચું નથી…શું હું સાચી છું?
ચાલો વિચારીએ પુરૂષ માટે…….ઘર માં કોઈ નો સપોર્ટ હોવો જરૂરી છે તમારા ઘર માં મુખ્ય કોણ છે?? કોઈ કહેશે મારા દાદા,મારા પપ્પા,મારો ભાઈ,મારો છોકરો,મારા કાકા,વગેરે… અને તે બધા જ પુરૂષો છે 💪 અને એ છે તો આપણે છીએ….તમારા બાળપણ થી લઇ ને અત્યાર સુધી ના આ તમારા ચેહરા ના હાસ્ય ને કોણે સાચવી ને રાખ્યું છે? તમને મમ્મી આટલો પ્રેમ આપે છે પણ પપ્પા ને તો સમય જ નથી મળતો કેમ ખબર છે? તમારી માંગેલી કોઈ વસ્તુ પર ક્યારેક મમ્મી એ ના પાડી હશે પણ પપ્પા ગમે તે કરી ને લઇ ને જ આપશે…આ તો તમે બધું ક્યાંક ને ક્યાંક whatsapp કે facebook ના મેસજ માં વાંચ્યું જ હશે…
ચાલો થોડું આપણી જોડે જે હકીકત માં થાય છે એના વિશે જ વાત કરીએ…અને હા તમે જ્યારે એને વાંચતા હોય ત્યારે તમારું પોતાનું પણ યાદ કરજો ક્યાંક ને ક્યાંક એ તમારી સાથે પણ થયેલું હોય..
આપણે નાના હોઈએ ત્યારે આપણને આપણા દાદા કે નાના થોડા બહુ પૈસા આપે અને એના થી લીધેલી વસ્તુ હજુ યાદ હશે બધા ને અને એ અત્યારે સોના ના સિક્કા બરાબર છે…એ લોકો આપણને એમને અનુભવ પર થી ઘણું બધું શીખવાડી જાય છે…તમે જોયું હશે કે પપ્પા એ જેટલો સંઘર્ષ કર્યો હોય એટલો કોઈ એ નથી કર્યો હોય…એક છોકરી છું એટલે મારા પોતાના અનુભવ પર થી કહું છું કે ઘણા નિર્ણયો લેવાં માં ઘણું બધું બધા નું સાંભળવું પણ પડે જ્યારે પપ્પા એક જ એવો હોય જે શાંતિ થી સાંભળે અને સમજે તા ક્યારેય નકારાત્મત અનુભવવા નહિ દે… તમારા બાળપણ ને સારુ બનાવનાર તમારો ભાઈ…તમારા બાળપણ નો એવો હિસ્સો કે ના હોય તો બાળપણ અધૂરું…એક બહેન માટે એક ભાઈ એટલે એનો સૌથી મોટો આધાર અને એક ભાઈ માટે બીજો ભાઈ એટલે એના શરીર નો અડધો ભાગ…જ્યાં જ્યાં જીવન માં બ્રેક વાગે ત્યાં ત્યાં એ હાજર જ હોય accelerator મારવા માટે તૈયાર જ હોય છે…આ બધા છે ને ત્યારે જ આપણે છીએ એ આપણે જીવન ના બધા જ નિર્ણયો કંઈ રીતે લેવા તે શીખવાડે છે ક્યારેક હાથ પકડી ને તો ક્યારેક હાથ છોડી ને..પણ હર હંમેશ આપણી જોડે તો હોય જ છે…
ચાલો વિચારો કે તમારા જીવન માં તમને પુરૂષ (દાદા,નાના,પપ્પા,ભાઈ) નો સપોર્ટ ના હોત તો? કદાચ તમારા ચેહરા નું આ ૧૦૦% હાસ્ય છે ને એના હકદાર ના હોત તમે… એ બધા એ પોતાનું હાસ્ય છોડી ને તમારા હાસ્ય ને પેહલા મહત્વ આપ્યું છે…
સ્ત્રી રડી ને પોતાનું દુઃખ-દર્દ વેચી શકે છે પણ એક પુરૂષ ના હાસ્ય પાછળ નું દુઃખ કોઈ ક્યારેય નથી સમજી શકતું…. દરેક વસ્તુ માં ક દરેક વાત માં સ્ત્રી ની જ ખુશી કેમ જોવાની? એમને પણ એ અનુભવ કરવાનો પૂરો હક છે…તમારી પેહલા પગાર માંથી બધા માટે કંઇક ને કંઇક લઇ ને આવો તમારા પપ્પા ને ક્યારેય ખાસ છે એ એવું બતાવો..તમારા ભાઈ ને પૂરી રીતે સપોર્ટ કરો.. તમારા દાદા ક નાના ની લાકડી નો ટેકો બનો…તમારા જીવન સાથી માટે પણ એવું જ કરો જે તમે એમની પાસે થી આશા રાખતા હોય….આ છે મારો પાર્ટ…. ખરેખર એમને આ અનુભવ માંથી કેમ બાદ રાખવાના?
દરેક વસ્તુ માં દરેક વાત માં અત્યારે હવે પુરૂષ નો જ વાંક હોય એવું નથી .. આપણા સમાજ નો એક નજરિયો થઈ ગયો છે..તમે બધા એ દંગલ ફિલ્મ જોઈ જ હશે તો ગીતા ફોગટ નું યાદ કરો એને એના પિતા નો બેસ્ટ સપોર્ટ મળ્યો અને એટલે જ એ એટલું મેળવી શકી… મેરીકોમ ને તેના પતિ નો સપોર્ટ હતો…માટે વિચારો યાર.. શું પુરૂષો ને આદર ના મળવો જોઈએ?એટલા જ સપોર્ટ ની એમને પણ જરૂર નથી હોતી?એમની પણ લાગણી હોય છે,એમની પણ ખુશીઓ હોય છે,એ જોવે છે ક્યારેય? તો પછી એમને એટલું ખોટું કેમ સમજવાનું? YOU All MEN DESERVE SAME RESPECT TOO✌️
આપણે બધી વખતે ક મહિલા દિવસ ને બહુ સારી રીતે ઉજવીએ છીએ આજે આ આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ પર મારી તમને બધા ને નમ્ર વિનંતી છે કે એમનો આદર કરો અને એમની માફી માંગો જો તમે ક્યારેય એમની સાથે કંઇક ખોટું કર્યું હોય તો…એ તમને પાક્કું માફ કરી દેશે પણ ઘણા પ્રેમ થી…યાદ રાખો જો એ રાજા નહિ હોય તો તમે રાણી પણ નથી…રાજા વગર રાણી ક્યારેય ન બની શકે….
Happy international men’s day😊💪✌️
Blog Written By: Jinal Jadav
If you want us to post your article/blog on our website.
mail us in text or doc file – blogs@flashbackstories.com
Hardik Ghanshyambhai Kanzariya
nice Didi
Mohit Rajput
Osham
Dushyant
Nice thoughts.
Awesome words. Thanks…