ગયા અઠવાડિયે આપણે ઈશ્વરના અસ્તિત્વ અને વિવિધ ધર્મોના નામે ઊભા થયેલા ગૂંચવાડાઓ વિશે જુદાં જુદાં સર્જકોએ લખેલા શેર વિશે ચર્ચા કરી અને નુસરત ફતેહ અલી ખાન સાહેબે ગાઈને અમર કરી દીધેલી નાઝ ખિયાલવી લિખિત કવ્વાલી ‘ તુમ એક ગોરખધંધા હો ‘ વિશે વિસ્તારપૂર્વક વાત શરૂ કરી, આજે માણો આ બ્લોગનો બીજો અને અંતિમ ભાગ.
( ભાગ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો ) http://www.flashbackstories.com/keyurtrivedi_ontherocks6/
दिल पे हैरत ने अजब रंग जमा रखा है,
एक उलझी हुई तस्वीर बना रखा है,
कुछ समझ में नही आता के ये चक्कर क्या है?
खेल क्या तुम ने अजल से रचा रखा है?
रूह को जिस्म के पिंजड़े का बना कर क़ैदी,
उस पे फिर मौत का पहरा भी बिठा रखा है
दे के तदबीर के पंछी को उड़ाने तूने,
दाम-ए-तक़दीर भी हर सिम्त बिछा रखा है
कर के आरैश-ए-क़ौनाईन की बरसों तूने,
ख़तम करने का भी मंसूबा बना रखा है,
ला-मकानी का बहरहाल है दावा भी तुम्हें,
नहन-ओ-अक़लाब का भी पैगाम सुना रखा है
ये बुराई, वो भलाई, ये जहन्नुम, वो बहिश्त,
इस उलट फेर में फर्माओ तो क्या रखा है ?
जुर्म आदम ने किया और सज़ा बेटों को,
अदल-ओ-इंसाफ़ का मेआर भी क्या रखा है?
दे के इंसान को दुनिया में खलाफत अपनी,
इक तमाशा सा ज़माने में बना रखा है
अपनी पहचान की खातिर है बनाया सब को,
सब की नज़रों से मगर खुद को छुपा रखा है
तुम एक गोरखधंधा हो
[हैरत = મુંઝવણ ; तदबीर = મહેનત, કાર્યક્ષમતા दाम-ए-तक़दीर= તકદીરની કરામત; सिम्त = દિશા ; आरैश-ए-क़ौनाईन = દુનિયા અને સ્વર્ગ એમ બેયની સજાવટ ला-मकानी = બેઘર ; नहन-ओ-अक़लाब = પ્રાર્થના સ્થળ ; अदल-ओ-इंसाफ़ = સમાનતા અને ન્યાય मेआर = ધોરણ ; खलाफत = રાજ્ય ]
કવિ લખે છે કે હે ઈશ્વર, તે આ આત્મારૂપી મૂળ તત્વને બનાવીને દેહના પિંજરામાં કેદ કરીને વળી તેની પર જન્મ અને મરણના ચોકીદાર ગોઠવ્યાં! જો આત્મા જ ખરું તત્વ હોય તો માણસ શા માટે સમસ્ત જીવન બાહ્ય રંગરૂપ અને શારીરિક દેખાવની જ આળપંપાળ કર્યા કરે છે? એક તરફ તે કીધું કે માનવી પોતાના પરિશ્રમથી ચાહે તે પામી શકે અને બીજી બાજુ તે ભાગ્ય નામની છટકબારી પણ રાખી છે! સ્વર્ગ – નર્ક, પાપ – પુણ્ય, સત્કર્મ – દુષ્કર્મ વગેરે માણસને ગુંચવવા માટે જ તે બનાવ્યા હોય એમ નથી લાગતું? વળી વિચિત્રતા તો જુઓ કે આવી અદભુત સૃષ્ટિનું સર્જન કરીને એનો રચનાકાર એવો તું કાયમ છુપાયેલો જ રહે છે !
नित नये नक़्श बनाते हो, मिटा देते हो,
जाने किस ज़ुर्म-ए-तमन्ना की सज़ा देते हो?
कभी कंकड़ को बना देते हो हीरे की कनी ,
कभी हीरों को भी मिट्टी में मिला देते हो
ज़िंदगी कितने ही मुर्दों को अदा की जिसने,
वो मसीहा भी सलीबों पे सज़ा देते हो
ख्वाइश-ए-दीद जो कर बैठे सर-ए-तूर कोई,
तूर ही बर्क- ए- तजल्ली से जला देते हो
नार-ए-नमरूद में डळवाते हो खुद अपना ख़लील,
खुद ही फिर नार को गुलज़ार बना देते हो
चाह-ए-किनान में फैंको कभी माह-ए-किनान,
नूर याक़ूब की आँखों का बुझा देते हो
दे के युसुफ को कभी मिस्र के बाज़ारों में,
आख़िरकार शाह-ए-मिस्र बना देते हो
जज़्ब -ओ- मस्ती की जो मंज़िल पे पहुचता है कोई,
बैठ कर दिल में अनलहक़ की सज़ा देते हो ,
खुद ही लगवाते हो फिर कुफ्र के फ़तवे उस पर,
खुद ही मंसूर को सूली पे चढ़ा देते हो
अपनी हस्ती भी वो इक रोज़ गॉवा बैठता है,
अपने दर्शन की लॅगन जिस को लगा देते हो
कोई रांझा जो कभी खोज में निकले तेरी,
तुम उसे झन्ग के बेले में रुला देते हो
ज़ुस्त्जु ले के तुम्हारी जो चले कैश कोई,
उस को मजनू किसी लैला का बना देते हो
जोत सस्सी के अगर मन में तुम्हारी जागे,
तुम उसे तपते हुए तल में जला देते हो
सोहनी गर तुम को महिवाल तसवउर कर ले,
उस को बिखरी हुई लहरों में बहा देते हो
खुद जो चाहो तो सर-ए-अर्श बुला कर महबूब,
एक ही रात में मेराज करा देते हो
तुम एक गोरखधंधा हो
[ नक़्श = નકલ ; ज़ुर्म-ए-तमन्ना = ઈચ્છા કરવાની ગુનો ; सलीबों = વધસ્તંભ ; ख्वाइश-ए-दीद = દર્શનની અભિલાષા ; सर-ए-तूर = સંત ; बर्क- ए- तजल्ली = દિવ્ય આશીર્વાદ ; नार ભઠ્ઠી ; ख़लील = મિત્ર ; गुलज़ार = બગીચો ; शाह-ए-मिस्र= ઇજિપ્તનો રાજા ; अनलहक़ = હું જ સત્ય છું, અહમ્ બ્રહ્માસ્મિ જેવો ઉદ્દગાર ; कुफ्र = નાસ્તિક હોવાનો આરોપ ; तसवउर = વિચારો ; सर-ए-अर्श = સ્વર્ગમાં ; मेराज = અત્યાધિક આનંદ ]
પ્રભુ, તારી કથની અને કરની વચ્ચેના વિરોધાભાસો ઉડીને આંખે વળગે એવા કંઈ કેટલાય ઉદાહરણો મૌજુદ છે. તારા ભક્તોની કઠીનતમ પરીક્ષા લેવામાં તને જાણે આનંદ આવતો હોય અમે લાગે છે! ચપટી વગાડતમાં જ જે હજારો લાખો પ્રેમીઓને તું એકબીજાના બનાવી દઈ શકે તેમ છે તેમને આમ વિરહમાં તડપાવવામાં તારી પરપીડનવૃત્તિ સંતોષાય છે કે શું?
जो कहता हूँ माना तुम्हें लगता है बुरा सा,
फिर भी है मुझे तुम से बहरहाल गिला सा,
चुप चाप रहे देखते तुम अर्श-ए-बरीन पर,
तपते हुए करबल में मोहम्मद का नवासा,
किस तरह पिलाता था लहू अपना वफ़ा को,
खुद तीन दिनो से वो अगरचे था प्यासा
दुश्मन तो बहर तौर थे दुश्मन मगर अफ़सोस,
तुम ने भी फराहम ना किया पानी ज़रा सा
हर ज़ुल्म की तौफ़ीक़ है ज़ालिम की विरासत,
मज़लूम के हिस्से में तसल्ली ना दिलासा
कल ताज सजा देखा था जिस शक़्स के सिर पर,
है आज उसी शक़्स क हाथों में ही कासा,
यह क्या है अगर पूछूँ तो कहते हो जवाबन,
इस राज़ से हो सकता नही कोई शनसा
तुम एक गोरखधंधा हो
[अर्श-ए-बरीन = સ્વર્ગમાંથી ; नवासा = પૌત્ર ; फराहम = રજૂ કરવું,આપવું ,तौफ़ीक़= મદદ, સહકાર]
મને ખબર છે પ્રભુ, કે મારા આ કડવા શબ્દો તને ખૂંચશે, પણ આટલું કીધા પછી પણ તારા પ્રત્યેની મારી ફરિયાદ ઓછી નથી થતી. જ્યારે કરબલાના યુદ્ધમાં હુસૈન સાહેબ ( હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્ર ) અને તેમના ૭૨ બહાદુર લડવૈયાઓ જુલ્મી શહેનશાહ યઝીદના વિરાટ સૈન્ય સામે લડતા લડતા ભૂખ્યાં તરસ્યાં શહીદ થયા, ત્યારે તારા દિલમાં દયા ની સરવાણી કેમ ન ફૂટી? તું કઈ રીતે આવું હૃદયદ્રાવક દૃશ્ય ચૂપચાપ જોઈ રહ્યો, પ્રભુ ? આવા સવાલોના જવાબમાં તું તો હંમેશા નિરુત્તર જ રહે છે !
आह-ए-तहकीक में हर गाम पे उलझन देखूं,
वही हालत-ओ-ख़यालात में अनबन देखूं,
बन के रह जाता हूँ तस्वीर परेशानी की,
गौर से जब भी कभी दुनिया का दर्पण देखूं
एक ही खाक से फ़ितरत के तआदत इतने,
कितने हिस्सों में बटा एक ही आँगन देखूं,
कहीं ज़हमत की सुलगती हुई पतझड़ का सामान ,
कहीं रहमत के बरसते हुए सावन देखूं ,
कहीं फुन्कारते दरया, कहीं खामोश पहाड़ ,
कहीं जंगल, कहीं सेहरा, कहीं गुलशन देखूं ,
खून रुलाता है यह तक्सीम का अंदाज़ मुझे ,
कोई धनवान यहाँ पर कोई निर्धन देखूं ,
दिन के हाथों में फक़त एक सुलगता सूरज ,
रात की माँग सितारों से मज़्ज़यन देखूं ,
कहीं मुरझाए हुए फूल हैं सचाई के ,
और कहीं झूट के काँटों पे भी जोबन देखूं ,
रात क्या शै है, सवेरा क्या है ?
यह उजाला यह अंधेरा क्या है ?
मैं भी नाइब हूँ तुम्हारा आख़िर,
क्यों यह कहते हो के तेरा क्या है ?
तुम एक गोरखधंधा हो
[आह-ए-तहकीक = જીજ્ઞાસા ; गाम = ડગલું ]
આ તારી દુનિયામાં ડગલે ને પગલે અજાયબીઓનો પાર નથી. ક્યાંક તારી કૃપાનો અનરાધાર વરસાદ, ક્યાંક લોકોના દુઃખને સદાય નજર અંદાજ કરતો તું, ક્યાંક ધગધગતા જ્વાળામુખી જેવો તું તો ક્યાંક શીતળ ઝરણાં જેવો તું, ક્યાંક તું દરિયા જેવો અગાધ તો ક્યાંક તું પહાડ જેવો અમાપ.
તું સાચે જ જાદુઈ કોયડો છે!
કવિ અહીં એક એક વિરોધાભાસ માટે , સંસારની વિચિત્રતા માટે સર્જનહારને માર્મિક પ્રશ્નો કરે છે. સમાજ, ધર્મ, નીતિઓની અસમાનતાઓ, સાધનોની અસમાન વહેંચણી, ધાર્મિક કટ્ટરવાદ, ધર્મોપદેશક દ્વારા થતા અર્થના અનર્થ, ધર્મના નામ પર આચરાતી હિંસા, વિવિધ ધર્મોમાં રહેલા દુષણો વિશે સવાલો ખડાં કરે છે. આદિમ દશામાં ગુફાઓમાં જીવતા માનવે જ્યારે કુટુંબ અને સમાજજીવન શરૂ કર્યું ત્યારે કોઈ પ્રકારની અરાજકતા ન સર્જાય તેવા દેખીતા આશયથી ઈશ્વર, ધર્મ, સત્ય અસત્ય, પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક વગેરે વિભાવનાઓ સ્થાપિત કરી. તે વખતના માનવોને લાગ્યું હશે કે આ બધાંથી આવનારી પેઢીઓનું જીવન સરળ બનશે, પરંતુ દુર્ભાગ્યે થયું તદ્દન ઉલ્ટું. આજ સુધી દુનિયામાં જેટલા લોકો રોગચાળા કે કુદરતી આફતોના ભોગ બન્યા હશે તેથી થોડાં વધુ જ આ ધાર્મિક વિખવાદોની બલિ ચઢી ગયા હશે. જેમ જેમ આ દુનિયા વધુ આગળ વધતી જાય છે તેમ તેમ કટ્ટરતા વિકરાળ થતી જાય છે. જો ઈશ્વર ખરેખર છે, તો શું એ આ બધું જોતો નહીં હોય? શું એ ચાહે તો આ બધું પળવારમાં અટકાવી ન શકે? શું ગરીબ, અનાથ, અપંગ, દુઃખિયારા વગેરેની અવસ્થા વિશે અપાતા પૂર્વજન્મના પાપ પુણ્ય વાળા ખુલાસા બાલિશ ન કેહવાય? અને જો વાસ્તવમાં ઈશ્વર જેવું કંઇ છે નહીં, ઈશ્વર જો માત્ર મનોહર કલ્પના જ હોય, તો એના નામે થતી આ ચડસા ચડસી પેલી ડિટરજન્ટની જાહેરાતમાં આવતી ઈર્ષ્યાળુ ગૃહિણીના સવાલ ‘ ભલા ઉસકી સાડી મેરી સાડી સે ઝયાદા સફેદ કૈસે , ‘ જેવી નિરર્થક નથી લાગતી ?
ઈશ્વરના હોવા કે ના હોવાની ચર્ચા તો અનંત છે. પણ જો ખરેખર ઈશ્વર હોય તો આપણે એના જ નામ પર એકબીજા સાથે જે મારકાપ કરી રહ્યા છીએ, તે જોઈને એ આપણું સર્જન કરવા બદલ કેટલો પસ્તાતો હશે! અને ધારો કે ઈશ્વર એક કલ્પનામાત્ર જ હોય, તો આપણે સૌ એક કાલ્પનિક વિચારના પ્રેમમાં પડીને કટ્ટરતાપૂર્વક એકબીજાના લોહીની નદીઓ વહાવવાનો જે અપરાધ કરી રહ્યા છીએ, એની ક્ષમા ક્યાંથી પામીશું? અને બીજો સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે તો પછી માનવજીવન અને સભ્યતાની નક્કર બુનિયાયદ તરીકે કોઈ વિચારધારા તો જોઈએ ને? નહીંતર વિશ્વમાં ચારે તરફ વધતી જતી અરાજકતા સમસ્ત માનવજાતનું નિકંદન કાઢનારી સાબિત થશે. આવા પ્રશ્નનો સામાન્ય બુદ્ધિથી સૂઝે એવો એક જ શબ્દનો જવાબ છે, ‘ માનવતા ‘ ! દરેક વ્યક્તિનો ધર્મ અને તેની માન્યતાઓ એ જે તે વ્યક્તિની પોતીકી અને અંગત બાબત છે. તેને આપણા ઘરના અગંત ખૂણા સુધી રાખી આપણા મનને ફાવે તેમ તેનું પાલન કરીએ. ધર્મોના જડ અને ઉપરછલ્લાં અર્થઘટનોથી બચીને મૂળ ભાવનાઓ સુધી પહોંચીએ. આખા ને આખા બ્રહ્માંડનો રચયિતા એટલો નિર્બળ તો ના જ હોય કે જેની એકાદ તસવીર બનાવીને નિરાકાર ને આકાર આપવાનો પ્રયત્ન કરનારાના ગળા કાપવા પડે ( અને ધારો કે એવા ચિત્ર બનાવનાર પાપી છે તો ઈશ્વર પર ભરોસો તો રાખો, એ યોગ્ય લાગશે તો સજા આપશે જ. ઉદાહરણ એક ધર્મવિશેષની તાજેતરની ઘટનાનું છે પણ જગતના બધાં ધર્મોને આ વાત એકસમાન લાગુ પડે છે. ) જાહેરજીવન અને વ્યવહારની બાબતોમાં તો માનવતા અને સર્વગ્રાહી સમાજ કલ્યાણની ભાવના જ સર્વોપરિ હોય તે જ સૌના ભલામાં છે.
ગુલાલ ફિલ્મના પિયુષ મિશ્રા એ લખેલ ગીત સાથે વાત પૂરી કરું.
ओ री दुनिया…
ओ री दुनिया…
वो कहें है की दुनिया ये इतनी नहीं है
सितारों से आगे जहां और भी है
ये हम ही नहीं है वहाँ और भी है
हमारी हर एक बात होती वही है
हमे ऐतराज़ नहीं है कहीं भी
वो आलिम है , फ़ाज़िल है, होंगे सही भी
मगर फलसफा ये बिगड़ जाता है जो वो कहते हैं
आलिम ये कहता वहाँ ईश्वर है
फ़ाज़िल ये कहता वहाँ अल्लाह है
कामिल ये कहता वहाँ ईसा है
मंज़िल ये कहती तब इंसान से की
तुम्हारी है तुम ही सम्भालों ये दुनिया
ये बुझते हुए चंद बासी चिरागों
तुम्हारे ये काले इरादो की दुनिया…
( आलिम – विद्वान
फ़ाज़िल – જાણકાર
कामिल – સર્વજ્ઞ
હિંદુ, મુસ્લિમ, ઈસાઈ એમ વિવિધ ધર્મોના અનુયાયીઓ માટે વપરાયેલા લગભગ એક જ અર્થવાળા શબ્દો )
– કેયુર ત્રિવેદી
ટીમ ફ્લેશબેક સ્ટોરીઝ
Trackback URL: http://www.flashbackstories.com/keyurtrivedi_ontherocks7/trackback/
Zarna dayma
Waah😍
Flashback Stories
Thank you 🙂